માત્ર રૂ.18માં મળે છે પેટ્રોલ અને રૂ.11માં મળે છે ડીઝલ, ખરા અર્થમાં આપી આ સરકારે રાહત

સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમત આકાશને આંબી રહી છે. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવની અસર દરેક લોકોના જીવન પર પડી રહી છે. વ્યાપારથી લઈને સર્વિસ સુધી મોંઘવારીની એક અસર જોવા મળી રહી છે. ટ્રાંસપોટર્સ ભાડું વધારી રહ્યા છે તો ક્યાંય વિરોધ પક્ષ મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના મુદ્દે વિરોધ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને અનેક મિમ્સ પણ બની રહ્યા છે.

પણ આ માહોલ વચ્ચે આપણા દેશમાં એક એવું પણ રાજ્ય છે. જ્યાં પેટ્રોલ રૂ.18 અને ડીઝલ રૂ.11નું લિટર લેખે મળી રહ્યું છે. આ રાજ્યનું નામ છે નાગાલેન્ડ. જેને પોતાના રાજ્યની પ્રજાને રાહત આપવા માટે પેટ્રોલ ડીઝલની કિંમતમાં મોટો કાપ મૂકવાનું એલાન કર્યું છે. પૂર્વોત્તરના આ રાજ્યમાં પેટ્રોલી ડીઝલના ભાવ ઘટાડીને રાજ્ય સરકારે ખરા અર્થમાં રાહત આપી છે. નાગાલેન્ડ સરકારે ભાવ ઘટાડવા માટે પેટ્રોલ ડીઝલ પર લાગતા ટેક્સમાં સારો એવો ઘટાડો કર્યો છે. નાગાલેન્ડ સરકારે એક મોટું પગલું ભરી પેટ્રોલિયમ પેદાશ તથા મોટર સ્પ્રીટ પર જે ટેક્સ અગાઉ 29.80% લાગતો હતો એમાં કાપ મૂકીને 25% કરી નાંખ્યો છે. આ સિવાય નાગાલેન્ડ સરકારે ડીઝલ માટે ટેક્સના દરમાં 11.08 રૂ.નો ઘટાડો કરી 10.51 રૂ. પ્રતિ લિટર અથવા 17.50%થી ઘટાડી 16.50% પ્રતિ લિટર કરવાનો નિર્ણય લીધો છે. નાગાલેન્ડ ભલે પૂર્વોત્તરનું નાનકડું રાજ્ય હોય પણ સરકારે ભરેલું આ પગલું આવકાર્ય છે. જેનાથી રાજ્યની પ્રજાને ખરા અર્થમાં એક મોટી આર્થિક રાહત થઈ છે. આવું પગલું ભરનાર નાગાલેન્ડ દેશનું પાંચમું રાજ્ય છે.

આ પહેલા પશ્ચિમ બંગાળ, મેઘાલય, રાજસ્થાન અને અસમમાં સરકારે ટેક્સમાં કાપ મૂકીને પેટ્રોલ ડીઝલના ભાવમાં એક મોટી રાહત આપી છે. મંગળવારે નાગાલેન્ડ રાજ્યની સરકારે આ નિર્ણય લીધો હતો. ક્રુડ ઓઈલની કિંમત પર નજર કરવામાં આવે તો ક્રુડ ઓઈલની કિંમતમાં મંગળવારે વધારો થયો હતો. દિલ્હીમાં બુધવારે પેટ્રોલ રૂ.90.93 અને ડીઝલ રૂ.81.32 સુધી પહોંચ્યું છે. સતત વધારા અંગેની ગણતરી કરવામાં આવે તો પેટ્રોલના ભાવ સતત 13 દિવસ સુધી વધ્યા છે. બુધવારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ.97.34 અને ડીઝલનો ભાવ રૂ.88.44 નોંધાયો છે. દેશના અન્ય મહાનગર કરતા મુંબઈમાં પેટ્રોલ-ડીઝલ ખૂબ મોંઘા છે. આ અંગે અગાઉ પણ નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, આ એક દુવિધાભરી સ્થિતિ છે.

 

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વકર્યો, 229 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ

Inside Media Network

ઝાયડસ હોસ્પિટલમાં આજથી ફરી શરૂ થશે રેમડેસિવીરનું વેચાણ, હોસ્પિટલની બહાર રેમડેસિવિર લેવા ફરી લાંબી લાઈનો લાગી

Inside Media Network

પેટ્રોલનો ભાવ રૂ.100 થશે તો પંપ માલિકોની મુશ્કેલી વધશે, પેટ્રોલિયમ કંપનીને કરી આ રજૂઆત

Inside Media Network

હાઈકોર્ટએ કોંગ્રેસના ત્રણ ઉમેદવારોની અરજી ફગાવી

Inside Media Network

ગુજરાતના ત્રીજા શહેરમાં કરફ્યૂના સમયમાં વધારો કરાયો

Inside Media Network

RTPCR ટેસ્ટને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, RTPCR ટેસ્ટની કિંમત અંગે થઇ મોટી જાહેરાત

Inside Media Network
Republic Gujarat