માત્ર સરહદ પર લડે અને પરિવારથી દુર હોય એ આ ‘ફૌજી’ની વાત નથી: જોશી
એક લાંબા સમય બાદ 3 ઇડિયટ ફેમ શરમન જોશીની એક નવી ફોજીના જીવન શૈલી આધારિત ફિલ્મ આવી રહી છે.આ ફિલ્મનું પ્રમોશન માટે તેઓ એક દિવસીય અમદાવાદની મુલાકાતે આવ્યા હતા.આ ફિલ્મ 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ રિલીઝ થવાની છે,તેમજ મૂવી રનિંગ હોર્સ્સ ફિલ્મ્સ અને ઓવેઝ પ્રોડક્શન્સ દ્વારા બનાવવામાં આવી છે અને એસ દ્વારા રજૂ કરવામાં આવી છે. જેમાં તેમણે ફિલ્મ વિશેના અનેક પાસા પર દિલ ખોલીને વાત કરી હતી. ફિલ્મને લઈને યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી આપણે ફોજી એટલે લશ્કરી લડાઈઓની વાતો થતી જ ફિલ્મો જોઈ છે.પરંતુ આ ફિલ્મ એકમાં લશ્કરમાં કામ કરતા એક ફોજીની છે.કે જયારે એક ફોજી સરહદ પર પોતાની ફરજ બજાવતો હોય છે,ત્યારે તેના ઘર લોકો તેના પરિવાર પર શું પરિસ્થતિ વીતે છે,તે બતાવામાં આવ્યું છે.તેમજ આ ઉપરાંત ફિલ્મના ડિરેકટર આર્યન સક્સેનાને પ્રશ્ન પૂછવામાં આવ્યો,કે તમારા મનમાં આ ક્રેએટિવ આઈડિયા કેવી રીતે આવ્યો.ત્યારે તેમણે જણાવ્યું હતું કે,”જયારે ઉરી અટેક થયો હતો ત્યારે તેમાં અનેક જવાનોએ તેમનો જીવ ગુમાવ્યો હતો.ત્યારે અનેક થોડા સમય સમાચારો આવ્યું.અને અચાનક બંધ થઈ ગયું,તે સમયે મારા મનમાં આ વિચાર આવ્યો કેજે ફોજીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.તેમના પરિવાર પર શું વીતતી હશે” તેના આધારે આ ફિલ્મ બનવાનો આઈડિયા આવ્યો.અને હવે ફિલ્મ બનીને તૈયાર છે .