કોરોના વકરતાં હવે ફરી વખત કડક દંડ વસૂલાત કરવા માટે પોલીસને સક્રિય બનવા માટે આદેશ કરવામાં આવ્યાં છે. ખાસ કરીને માસ્ક નહીં પહેરતાં લોકો ઉપરાંત શાકમાર્કેટ ઉપરાંત ભીડભાડ થતી હોય તેવા બજાર વિસ્તારોમાં કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરવા ડીજીપીએ આદેશ કર્યાં છે. કેન્દ્ર સરકારની તાકીદ પછી ડીજીપી આશિષ ભાટિયાએ વિડિયો કોન્ફરન્સ યોજી માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના પાલન માટે કડક કાર્યવાહીની તાકીદ કરી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યૂની કડક અમલવારી કરાશે. કોરોનાનો રોગચાળો વકરી રહ્યો છે ત્યારે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામ જિલ્લાઓના પોલીસ વડા અને પોલીસ કમિશનરોને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.૧ હજારના દંડની પણ વસુલાત કરવામાં આવે.રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિદેશકે સૌ નાગરીકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ જિલ્લા પોલીસ વડા અને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનરોને તાકીદ કરી છે.
ગુજરાતમાં માસ્ક ન પહેરવા બદલ છેલ્લા એક સપ્તાહમાં 2 કરોડ 65 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. તો જાહેરનામા ભંગના 1498 ગુના નોંધાયા છે. તો જાહેરમાં થુકવા બદલ 26 હજાર લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. કોરોનાને લગતા નીતિ નિયમોનો ભંગ કરવા બદલ 3076 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
કોરોના સંક્રમણની બીજી લહેર દેશમાં વધી રહી છે ત્યારે લોકોને સંક્રમણથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિડિયો કોન્ફરન્સથી તમામ રાજ્યના ઉચ્ચ અિધકારી સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં ડીજીપીએ રાજ્યના તમામ પોલીસ અિધકારીઓની વિડિયો કોન્ફરન્સ યોજી કોરોના એક્શન પ્લાનના ચૂસ્ત અમલની સૂચના આપી છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યૂનું ચૂસ્ત અમલ થાય, શાકમાર્કેટ, લારીગલ્લા જેવા હોટ સ્પોટ પર પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવી સોશિયલ ડીસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલનકરાવવા તાકીદ કરાઈ છે. જો નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો સૃથાનિક સત્તાિધશો સાથે સંકલનમાં રહી સીલ કરાવવા સુધીના પગલાં ભરવા સૂચના અપાઈ છે.
