એનસીપી પ્રમુખ શરદ પવારને રવિવારે મોદી રાતે અચાનક તબિયત બગડતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે આ નાગે જાણકારી આપતા કહ્યું કે, પેટમાં અચાનક ભારે દુખાવો થયો અને એમને હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. વરિષ્ઠ ડોક્ટરની નજરમાં શરદ પવારની તપાસ કરવામાં આવી રહી છે.
નવાબ મલિકે જણાવ્યું કે તેમની એન્ડોસ્કોપી અને સર્જરી 31 માર્ચ 2021ના રોજ કરવા માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં એનસીપી પ્રમુખના દરેક કાર્યક્રમ આગામી નોટિસ સુધી રદ કરવામાં આવ્યા છે. આ સાથે જ મલિકે એવી માહિતી પણ આપી છે કે, હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી સલાહ પછી તેમની લોહી પાતળા થવાની દવા બંધ કરી દેવામાં આવી છે.
બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજયમાં લોકો આપેલા નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરી રહ્યા નથી. એટલા માટે લોકડાઉન જેવા કડક પગલાં ભરવા બાબતે વિચાર કરવાની જરૂર છે. જો લોકો આ જ પ્રમાણે નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ જ રાખશે તો લોકડાઉન જેવા પ્રતિબંધો માટે તૈયાર રહે.
