ગત દિવસે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘર‘એન્ટિલિયા’ની બહાર એક શંકાસ્પદ કાર મળી આવતા હોબાલી મચી ગયો હતો.ગાડીની તપાસ કરતા તેમાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા.જેમાં 20 જિલેટિનની સ્ટિક મળી આવી હતી.તેમજ સાથે કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે સમગ્ર ઘટનાની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોપી છે.તેમજ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.તેમજ આ મામલા અંગે કેસ પણ નોંધવામાં આવ્યો છે.તેમજ સીસીટીવીના પુરાવા શોધવાની પણ કામગરી શરૂ કરી દેવામાં આવી છે.
મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલ શંકાસ્પદ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે.જેમાં લખ્યું છે કે “મુકેશ ભાઈ ,આ તો માત્ર ટ્રેલર છે. બધી વ્યવસ્થા થઈ ગઈ છે”. તેમજ મળતી માહતી મુજબ શંકાસ્પદ ગાડીના મામલામાં મુંબઈ ગામદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં 286, 465, 473, 506(2),120(B) IPC and u/s 4 of Explosive Substances Act 1908 હેઠળ કેસ નોંધી લેવાયો છે. કાર મળવાના મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ સાથે સાથે એન્ટી ટેરરિઝ્મ સ્ક્વોડ પણ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ગાડી ક્યાંથી ક્યાં આવી અને કેવી રીતે ઊભી કરવામાં આવી એની માહિતી મળી શકે. જિલેટિન મળવાનો મામલો ગંભીર છે, આ જ કારણે આતંકી એન્ગલની પણ શોધ કરવામાં આવી રહી છે