મોંઘવારીના કારણે સામાન્ય નાગરિક ત્રસ્ત

છેલ્લા 13 દિવસથી વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના કારણે સામાન્ય વર્ગનું આર્થિક બજેટ ડામાડોળ થઈ રહ્યું છે. એવામાં રાંધણ ગેસના ભાવ વધતા મધ્યમ વર્ગની મુશ્કેલીમાં આસમાની વધારો થયો છે,એક તરફ રાજકીય પક્ષો વાયદાના વાદળો બાંધી રહ્યા છે, ત્યારે સામાન્ય પ્રજા જીવન જરૂરિયાતની વસ્તુમાં ભાવ વધારાથી પીડાઈ રહી છે. ખિસ્સાને લાગેલા ડામ દેખાડી શકતા નથી.ત્યારે સૌરાષ્ટ્રના છેવાડાના શહેર જામનગરમાં સામાન્ય નાગરિકોએ સરકારના કાને પડઘાય એવો નવતર પ્રોયોગ કર્યો છે. જેનો હેતુ સરકાર પાસેથી થોડી આર્થિક રાહત મળેવવાનો છે.

જામનગરમાં કોઇ રાજકીય પક્ષ દ્વારા નહીં પરંતુ સામાન્ય નાગરિકો દ્વારા રાંધણગેસ અને પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં એક નવતર પ્રયોગ કરવામાં આવતો હતો રાંધણગેસના બાટલા અને બાઈકની આત્મહત્યા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં બાઈકને કફન પહેરાવી સ્લોગન લખ્યું હતું કે “મારો અને આ સામાન્ય નાગરિકનો સાથે છૂટી રહ્યો છે.હવે અમે સાથે અહીં રહી શકીએ માત્ર ને માત્ર આ સરકારના ભાવવધારાના કારણે મારી આત્મહત્યાનું કારણ આ ભ્રસ્ટાચારથી ભરેલી સરકાર છે” આ જ રીતે રાંધણ ગેસના બાટલાની બાજુમાં સગડીની જેમ ઈંટો ગોઠવી હતી અને લખ્યું હતું કે હું મોંઘવારીરૂપી વિકાસ ઘરે પાછો ફરી રહ્યો છુ સામાજિક કાર્યકર નિમેશ સીમરીયા,મહાવીરસિંહ જાડેજા ,પવનભાઈ ,અશોકભાઈ સહિતના કાર્યકરોઓ બાઈક અને રાંધણ ગેસના બાટલાની આત્મહત્યામાં જોડાયા હતા .તેમજ રાંધણગેસના બટનને કફન પહેરાવી બોર્ડમાં લખવામાં આવ્યું હતું કે હું સિલિન્ડર હવે ગરીબોના ઘરમાં નહીં જોવા મળું મરાથી ગરીબોની આ હાલત નથી જોઈ શકાતી નથી.એનું એકમાત્ર કારણ સરકારે કરેલો ભાવ વધારો છે.

જામનગરના લીમડાલાઈન વિસ્તારના સામાન્ય નાગરિક દ્વારા અલગ રોતે વિરોધ કરવામાં આવ્યો હતો,અને મધ્યમવર્ગની મોંધવારીના કારણે ભોગવી રહેલી વ્યથા દર્શાવવામાં આવી હતી. સામાન્ય પ્રજા પર પડી રહેલા મોંઘવારી રૂપીભાર હવે નહીં સહન થાય તે આ દ્વારા સ્પષ્ટપણે દેખાય રહ્યું છે.લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ હવે યતના રૂપ બની ગઈ છે.

Related posts

સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનથી 293 તળાવોને પાણીથી ભરવામાં આવશે

Inside User

આજથી ચૈત્રી નવરાત્રી: જાણો શું છે આ પાવન દિનનું મહાત્મય અને પૌરાણિક માન્યતા, આ રીતે કરો કળશ સ્થાપના

Inside Media Network

હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવીને કહ્યું, જાહેર કાર્યક્રમો બંધ કરાવો, વધતા કોરોના સંક્રમણ વચ્ચે આપ્યા આ મોટા આદેશ

Inside Media Network

દુર્ઘટના : સુરતમાં ઈમારતની દિવાલ ધરાશાયી, આઠ દટાયા, 4નાં મોત

Inside Media Network

ભાજપએ અમદાવાદ મનપાનું સંકલ્પ પત્ર-2021 જાહેર કર્યું

Inside Media Network

ચૂંટણીના માહોલ વચ્ચે દિલ્હીમાં ભાજપની મહત્ત્વની બેઠક શરૂ

Inside Media Network
Republic Gujarat