વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું .મોટેરામાં બનેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ડે-નાઈટ ટેસ્ટમેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે.ત્યારે મહત્વનું છે કે ડે-નાઈટ ટેસ્ટ મેચ પિંક બોલથી રમવામાં આવશે.તેમજ સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહમંત્રી આમિત શાહ ,કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજ્જુ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, બીસીસીઆઈના જય શાહ જીસીસીઆઈના ઘનજય નથવાણી સહીત હોદ્દેદારોની હાજરીમાં મોટેરા સ્ટેડિયમનું ઉદધાટન કરવામાં આવ્યું.
આમ મોટી સંખ્યામાં મેચ જોવા માટે ક્રિકેટના ચાહકો ઉમટ્યા છે.ત્યારે સ્ટેડિયમની નજીકના અનેક રસ્તાઓ પર બેરીકેટ લગાવતા લોકોને મોટા પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અનેક જગ્યાએ પોલીસ અને રાહદારીઓ વચ્ચે ગહરહં પણ જોવા મળી રહ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા માટે દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે દર્શકો અવનવા પોશાક સાથે અને અલગ અલગ પ્રકારના ટેટુ બનાવીને સ્ટેડિયમ પર પહોંચ્યા છે.
મહત્વનું છે કે ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં રહેશે.કોરોરના મહામારીના કારણે BCCI દ્વારા મહત્વનો નીર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે ઈગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળોની પસંદગી કરવામાં આવી છે.ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા બાદ ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ પહોંચી છે . ત્યારે T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ રોકાશે.