ચીનના પૂર્વ વિસ્તારમાં સ્થિત જિઆંગસુ પ્રાંતના સુઝહૂ શહેરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક હોટલની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે જ સમયે, નવ લોકો લાપતા હોવાના અહેવાલ છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ આ ઘટના સોમવારે (12 જુલાઇ) બપોરના 3:30 વાગ્યે બની હતી. તે દરમિયાન 23 લોકો કાટમાળ નીચે આવ્યાં હતાં. મંગળવારે (13 જુલાઈ) સવારે 7 વાગ્યે 14 લોકો મળી આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિ સુરક્ષિત રીતે બચી ગયો હતો. તે જ સમયે, પાંચની સ્થિતિ સામાન્ય છે. જોકે, નવ લોકો હજી ગુમ છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગેરકાયદેસર નવીનીકરણ કરવામાં આવતાં આ અકસ્માત થયો હતો. વુઝિયાંગ જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ હોટલ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
