દેશમાં વેક્સિનેશનને લઈને મોટા સમચાર આવી રહ્યા છે. કોરોના સંક્રમણના કહેર વચ્ચે પીએમ મોદીએ કોરોના પરની બેઠકમાં નિર્ણય લેતાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પણ 1 મેથી વેક્સિન લગાવવામાં આવશે. કોરોના સંક્રમણ સામે રક્ષણ આપવા વેક્સિનેશને જોર આપવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના રસીકરણ ચાલુ કરાયા પછીથી અત્યાર સુધીમાં 12,38,52,566 લોકોમાં વેક્સિનેશન થયું.
18 વર્ષથી વધારે ઉંમરના લોકોને કોરોનાની વેક્સિન લગાવવાને લઈ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે તેને લઈ ઝડપી જ પ્રોટોકોલ વિશે જાણકારી આપવામાં આવશે. તે લોકોને વેક્સિન માટે કિંમત ચૂકવવી પડશે કે નહીં, તેની પર સરકાર ઝડપી જ જાણકારી આપશે. તાજેત્તરમાં જ ઘણા રાજ્યોના મુખ્યપ્રધાનોએ માંગ કરી હતી કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોના વેક્સિન આપવામાં આવે.
દેશમાં કોરોના વેક્સિનના પ્રથમ તબક્કામાં ડોક્ટરો સહિત કોરોના વોરિયર્સને વેક્સિનેશન અપાયું હતું. જે પછીથી બીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના લોકોને તેમજ 45 વર્ષથી વધુ વયના પરંતુ જેઓને બીમારી હોય તેઓને વેક્સિન આપવામાં આવી હતી. હવે ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.
