રાજકોટના રાજવી માંધાતાસિંહ વિન્ટેજ કારમાં મતદાન કરવા પહોંચ્યા
મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે.ટાયરે રાજકોટના રાજવી માંધાતાસિંહ વિન્ટેજ કારમાં મતદાન કરવા મતદાન કરવા પહોંચ્યા હતા.તેમજ લોકોને પોતાના મતદાનના હકનો ઉપયોગ કરવા અપીલ રાજકોટના રાજવીએ કરી હતી. તેમજ રાજકોટના કટેક્ટર રમ્યા મોહન પણ મતદાન કરવા પ્હોંચાય હતા અને તેમાના મતદાન અધિકારનો ઉઅયોગ કર્યો હતો.
- રાજકોટમાં કુલ 10 લાખ 68 હજાર 507 મતદારો
- રાજકોટમાં 5 લાખ 53 હજાર 771 પુરુષ મતદાર
- રાજકોટમાં 5 લાખ 14 હજાર 718 સ્ત્રી મતદાર
તેમજ આ રાજકોટમાં સ્વ.અભય ભારદ્વાજના પુત્રીએ પણ મતદાન કર્યું કર્યું હતું.તેમજ તેમના પુત્રીએ ભાવુકતા સાથે પિતાને યાદ કરતા જવું હતું કે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.તેમજ રાજકોટમાં ભાજપની જીત થશે તેવી હસા વ્યક્ત કરી હતી.
મહત્વનું છે કે રાજકોટમાં મતદાન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
- કોરોના ગ્રસ્ત દર્દી પણ મતદાન કરી શકશે,બુથ પર PPE કીટની વ્યવસ્થા કરવામાં આવી છે.
- કોરોના સંક્રમિત દર્દીઓને છેલ્લા એક કલાકમાં મતદાન કરવા દેવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટમાં મતદાન મથક પર અવ્યવસ્થાના ન સર્જાય તે માટે સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.પોલીસ કમિશ્નર, જોઇન્ટ CP, DCP, ACP તેમજ 631 પોલીસ જવાનો, 400 SRP જવાનો તૈનાતકરવામાં આવ્યા છે.શહેરભરમાં 10 સેક્ટરમાં 10 PI તૈનાત કરવામાં આવ્યા છે.