ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.રાજયમાં સરેરાશ મતદાન 42 ટકા થયું હતું.ત્યારે સવારે 8 વગ્યાથી ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં થઈ છે.ત્યારે રાજકોટમાં બેલેટ પેપર બાદ EVMની મતગણતરી ચાલી રહી છે.ત્યારે અનેક જગ્યાએ ભાજપની જીત જોવા મળી રહી છે.ત્યારે અનેક સ્થળો પર કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં ભાજપમાં 24 બેઠકો પર જયારે 4 બેઠક પર કોંગ્રેસ જયારે એક બેઠક પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે.ઉપરાંત આ ઉપરાંત વોર્ડ નં.1, 4, 5, 7, 8, 9, 10, 11, 13, 14 અને16 સહિત ભાજપની પેનલનો વિજય થયો છે.ત્યારે કાર્યકરો જીતનો જશ્ન મનાવી રહ્યા છે.રાજકોટમાં ભાજપ વિજય સરઘસ દ્વારા વિજય મનાવી રહ્યા છે.
સવારે 9 વાગ્યાથી રાજકોટમાં અલગ-અલગ 6 જગયાએ મહાનગરપાલિકાની મતગણતરી ચાલી રહી છે.શહેરમાં અલગ અલગ 6 જગ્યાએ મતગણતરી ચાલી રહી છે.ચૌધરી હાઇસ્કૂલમાં કરવામાં નં.4, 5, 6 નંબરની મત ગણતરી ચાલી રહી છે.તેમજ મતગણતરી સ્થળ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવ્મા આવ્યો છે.મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડના 273 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.21 ફેબ્રુઆરીના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું હતું.આમ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વર્ષ 2015ની સરખામણીએ એક ટકા વધુ મતદાન જોવા મળ્યું હતું.
The post રાજકોટના 18 વોર્ડમાં કમળ ખીલ્યું. આગેવાનો-કાર્યકર્તા આનંદમાં appeared first on Gujarat Inside.