રાજ્યના છ કોર્પોરેશનમાં કમળ ખીલ્યું. સુરતના બે વોર્ડમાં AAP વિજેતા

  • રાજકોટમાં કોંગ્રેસના સુપડા સાફ એક પણ બેઠક ન મળી

 

  • કોંગ્રેસ નેતા અશોક ડાંગરનું રાજીનામું

 

  • સૌરાષ્ટ્રમાં ક્યાંય AAPની એક પણ બેઠક નહી

 

ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.રાજયમાં સરેરાશ મતદાન 42 ટકા થયું હતું.ત્યારે સવારે 8 વગ્યાથી ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં થઈ છે.ત્યારે રાજકોટમાં બેલેટ પેપર બાદ EVMની મતગણતરી ચાલી રહી છે.ત્યારે અનેક જગ્યાએ ભાજપની જીત જોવા મળી રહી છે.ત્યારે અનેક સ્થળો પર કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યની 6 મહાનગરપાલિકાના મતદાનની મતગણતરી ચાલી રહી છે.ત્યારે ટ્રેન્ડ મુજબ તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત સ્પષ્ટ રીતે દેખાય રહી છે.ગુજરાતના 6 શહેરોમાં ફરી ભાજપનો ભગવો લહેરાશે તેવું સ્પષ્ટ ચિત્ર નજરે પડી રહ્યું છે.ત્યારે આ સાથે રાજકોટની 48 બેઠકો પર ભાજપ આગળ પર ભાજપ આગળ ચાલી રહી છે.ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી એ ખાતું ખોલ્યું છે ત્યારે 18 બેઠકો પર ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.તેમજ ઉપરાંત જામનગરમાં પાંચ બેઠકો પર માયાવતી પાર્ટી BSP આગળ જોવા મળી છે.તો, અમદાવાદમાં AIMIM પણ 3 બેઠકો સાથે આગળ ચાલી રહ્યું છે.આમ 6 મહાનગરપાલિકામની 576 માંથી 341ના ટ્રેંડમાં 263 પર ભાજપ આગળ ચાલી રહી છે.તો 49માં કોંગ્રેસ જયારે 29 બેઠકો પર આપ આદમી પાર્ટી અને AIMIM જોવા મળી રહ્યું છે.

ગુજરાતના ડાયમંડ શહેર તરીકે ઓળખતા સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.ત્યારે સુરતમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે.કુલ 484 ઉમેદવારોએ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી ત્યારે સુરતના ગાંધી એન્જિનિયરીંગ કોલેજ અને એસવીએનઆઈટી ખાતે મતગણતરી ચાલી રહી છે.ત્યારે આમ આદમી પાર્ટીનો વિજય થતો જોવા મળી રહ્યો છે.ત્યારે આ તરફ વોર્ડ નંબર 1,6,8,10,14,15,21,23,24,15,27 અને 29માં ભાજપની પેનલની જીત થઈ છે.વોર્ડ નંબર 2,4,5,16 અને17માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે

ત્યારે સુરતમાં ભાજપના સ્ટાર ઉમેદવારોની જીત જોવા મળી રહી છે.જેમાં ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની જીત સુરત ભાજપમાં થઈ છે.ભાજપ 58 તો આપ 22માં આગળ છે જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે..
ત્યારે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી.તેમજ ખુશી વ્યક્ત કરી હતી.

ત્યારે આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીને કોરોનાનું ગ્રહણ લાગ્યું કે પછી પ્રજા તેમના ઉમેદવારોથી નારાજ જોવા મળી હતી. જેના કારણે મતદાન ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળ્યું હતું. ત્યારે મતદારોએ પણ કોવિડ ગાઇડલાઇન જાળવી EVMથી સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું હોય તેવું નજરે પડી રહ્યું હતું . ગત ચૂંટણીમાં રાજકોટ મનપાના વોર્ડ નંબર 15માં સૌથી વધુ 61.89% મતદાન થયું હતું જ્યારે આ વખતે 58.18 ટકા મતદાન નોંધાયું હતું.આમ વર્ષ 2015ની સરખામણીએ રાજકોટમાં ત્રણ ટકા ઓછું મતદાન જોવા મળ્યું હતું.

 

Related posts

Like in jail relationships to a private inmate

Inside User

Consejos sobre Meetic: funciona en realidad de unir?

Inside User

7. Created cutesy social media postings

Inside User

Non mi piace il bene che nel caso che sei un apprendista devi registrarti anzi di chattare

Inside User

Knowledge Borrowers’ Conclusion: Payday loans in the us

Inside User

Be successful toward Kinky Internet dating sites having Partners

Inside User
Republic Gujarat