રાજ્યમાં ઘાતક વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, હાલ વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. સુરક્ષિત એવા ગૃહમાં પણ કોરોનાએ સેંધ મારી છે. ગૃહમાં ઘણા ધારાસભ્યો અને અધિકારીઓ પણ વાયરસના સંકજામાં આવ્યા છે. બીજી તરફ ચાલુ ગૃહમાં અચાનક મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડતા તાત્કાલિક તેમને નિવાસસ્થાને ખસેડવામાં આવ્યા છે. કૌશિક પટેલે આજના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા..અગાઉ પણ કૌશિક પટેલની ન્યુમોનિયા થતા તેમની એન્જયોગ્રાફિ કરવામાં આવી હતી.
બે વર્ષ પહેલાં મહેસૂલમંત્રી કૌશિક પટેલને ન્યૂમોનિયા થતાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત વધુ લથડતાં તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.
વિધાનસભા બજેટ સત્ર હવે અંતિમ તબક્કામાં છે.તા.1લી એપ્રિલે વિધાનસભાનું કામકામ પૂર્ણ થઇ જશે.તા.31મી માર્ચે લવ જેહાદનુ બિલ વિધાનસભામાં પસાર થઇ શકે છે. દરમિયાન, ધારાસભ્ય પૂંજા વંશ, નૈાશાદ સોલંકી, બાબુ જમના, ભરતજી ઠાકોર, ભીખાભાઇ બારૈયા, વિજય પટેલ, મોહન ઢોડિયા સહિતના ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે.
