રાજ્ય અને શહેરમાં કોરોના સ્થિતિ બેકાબુ બની રહી છે અને તેનું કારણ છે સતત વધતા કોરોના કેસ. અને તેનાથી પણ મોટી સમસ્યા છે વધતા કોરોના કેસમાં ઓક્સિજનના વધતા દર્દી. કારણ કે ઓક્સિજન વાળા દર્દી વધતા હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી સર્જાઈ છે. જેના કારણે દર્દીનો તો જીવ જોખમમાં છે પણ હોસ્પિટલ પણ ક્યાં પ્રકારે વ્યવસ્થા કરવી. ક્યાંથી ઓક્સિજન લાવવો તેવા પ્રશ્નો સર્જાયા છે.
જરાત બ્રાંચની ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કોરોનામાં કામ કરતા ડૉક્ટરો માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. ડૉક્ટરોને રેમડેસિવિર ઈન્જેક્શનનો યોગ્ય રીતે જરૂર લાગે તે રીતે જ ઉપયોગ કરવા સૂચના આપી છે. રેમડેસિવિર કોરોનાથી થતાં મૃત્યુ અને ઇન્ફેક્શનને રોકતું નથી. પરંતુ તેને યોગ્ય સમયે આપવામાં આવે તો રોગનો ફેલાવો અટકે છે. તો સાથે લોકોને પેનીક ન થવા માટેની પણ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને અપીલ કરી છે.
પત્રમાં amaના પૂર્વ પ્રમુખ ડોકટર મોના દેસાઈએ લખ્યું છે કે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની માંગ ખૂબ વધી છે. ઓક્સિજન ખૂટી રહ્યા છે. જે દર્દી માટે જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે જો ઓક્સિજન ન મળ્યો તો. તો સાથે જ ઓક્સિજનની સમસ્યાના કારણે icu બંધ કરવાની સ્થિતિ સર્જાઈ હોવાનો પણ ઉલ્લેખ પત્રમાં કરાયો છે. પત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે ખાનગી હોસ્પિટલમાં બેડ ભરાઈ ગયા છે. જેથી દર્દીને ટ્રાન્સફર કરવો તો ક્યાં કરવો તે પ્રશ્ન છે. જે સમસ્યાનો ઉકેલ લાવવો ખૂબ જરૂરી છે.
મહત્વનું છે કે છેલ્લા થોડા દિવસથી ઓક્સિજનની અછત સર્જાઈ છે. જેને જોતા રાજ્ય સરકાર સવાર 60 ટકા ઓક્સિજન જથ્થો મેડિકલ ક્ષેત્રે આપવાનું નક્કી કરાયું હતું. જોકે તેમ કરવા છતાં પણ જથ્થો ઓછો પડી રહ્યો છે. અને દર્દી અને સાથે હોસ્પિટલ ની સમસ્યા વધી રહી છે. ત્યારે આ તમામ બાબતોને ધ્યાને રાખી amaના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી મેડિકલ ક્ષેત્રે 100 ટકા ઓક્સિજન જથ્થો પૂરો પાડવા સહિત હોસ્પિટલની સમસ્યાઓ દૂર કરવા માંગ કરી છે. જેથી દર્દી ને ઝડપી અને સારી સારવાર વગર કોઈ અડચણે આપી શકાય.
અમદાવાદ શહેર ઉપર કોરોના રૂપી ગાજ ઉતરી આવી છે. શહેરમાં મંગળવારે ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨૨૫૧ કેસ નોંધાયા છે. ઉપરાંત વધુ ૨૩ લોકોના મોત થવા પામ્યા છે. સતત વકરતી જતી સ્થિતિની ગંભીરતા એકિટવ કેસની ઝડપથી વધતી જતી સંખ્યા ઉપરથી ખ્યાલ આવે છે. સોમવારે શહેરમાં કોરોનાના એકિટવ કેસ ૫૭૦૫ હતા. મંગળવારે આ સંખ્યા વધીને ૬૭૮૮ ઉપર પહોંચી ગઈ છે.
