રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય, સોમનાથ જ્યોતિર્લીંગ મુખ્ય મંદિર સહીત અન્ય મંદિરો બંધ કરવામાં આવ્યાં

ગીર સોમનાથ જિલ્લા માં આવેલું વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર કોરોનાના કારણે બંધ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 11 એપ્રિલથી આગલા નિર્ણય સુધી સોમનાથ મંદિર જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને પ્રથમ જ્યોતિર્લીંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર બંધ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આવતીકાલ 11 એપ્રિલને રવિવારથી આગલા નિર્ણય સુધી જાહેરત જનતા માટે બંધ કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટમાં આ નિર્ણય અંગે કહેવામાં આવ્યું છે – “11-04-2021થી સોમનાથ મંદિર ભાવિક ભક્તોના દર્શન માટે આગલા નિર્ણય સુધી બંધ રહેશે. ભાવિક ભક્તો વેબસાઈટ દ્વારા ઓનલાઈન પૂજાનું બુકિંગ કરાવી શકે છે.” આ સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

સોમનાથ મંદિર સાથે ભીડભંજન મંદિર, ભાલકાતીર્થ સહીતના તમામ મંદિરો બંધ કરવામાં આવ્યા છે. રાજ્ય સહીત દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. સોમનાથ મંદિરમાં રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને પ્રવાસનું આયોજન કરે છે. સોમનાથ મંદિરે સોમવારે અને રવિવારે તેમજ રજાના દિવસે લોકોની ભીડ જોવા મળતી હોય છે. આથી કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અધધ કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4500 થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત મોતના પણ ચોંકાવનારા આંકડા આજે સામે આવ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં 4541 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 42 લોકોના મોત થયાં છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4697 એ પહોંચ્યો છે.

Related posts

PM મોદીએ ઇન્ડિયા ટોય ફેર 2021નું ઉદઘાટન કર્યું

Inside Media Network

મતદાન કર્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું વિકાસનો પર્યાય છે BJP

Inside Media Network

ગુજરાતમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાશે,337 બેઠકો પર ભાજપ આગળ

Inside Media Network

રિફાઈન્ડ ફૂડ ખાવાથી શરીરમાં આ જોખમમાં વધારો થઈ શકે છે.

Inside Media Network

હોળી પ્રગટાવવાની મંજૂરી આપશે રાજ્ય સરકાર, પરંતુ ધૂળેટી માં રંગોત્સવ થશે નહિ

Inside Media Network

ભાગેડુ નીરવ મોદીને ભારત લાવશે. કાયદાકીય ગાળિયો તૈયાર

Inside Media Network
Republic Gujarat