રાજ્ય સરકારની કામગીરી સામે સુઓમોટો PIL,108 મુદ્દે થઇ ધારદાર રજૂઆત

રાજ્ય સરકારની કોરોનાની કામગીરી અંગે સુઓમોટો PIL પર ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારે HCમાં રજૂ કરેલા સોગંદનામા પર આજે હાઇકોર્ટ સુનાવણી હાથ ધરાઈ. રાજ્ય સરકારે વિસ્તૃત રીતે રજૂ કરેલા એફિડેવિટમાં પોતાનો બચાવ કર્યો છે તો દર્દીઓને સારવાર સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા સરકારે કરી હોવાનો એફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેમડેસિવિર અને ઓક્સિજન પ્લાન્ટ અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે કોરોનાની બેકાબૂ સ્થિતિ વચ્ચે પણ લૉકડાઉન કે કર્ફ્યુ વિશે કોઇ ઉલ્લેખ નથી. મહત્વનું છે કે, હાઇકોર્ટે લૉકડાઉન અથવા કર્ફ્યુના નિયમો કડક બનાવવા નિર્દેશ આપ્યો હતો.

સુનાવણીમાં Amc દ્વારા બનાવાયેલા નિયમ પર એડવોકેટ આનંદ યાજ્ઞિકે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે Amc દ્વારા જે લોકો અમદાવાદમાં રહેતા હોય એમને જ ટ્રીટમેન્ટ આપવાનું નક્કી કરાયું જે અયોગ્ય છે. માત્ર આધારકાર્ડ ને જ સારવાર માટે વેલીડ માનવામાં આવે છે જે યોગ્ય નથી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ પણ ના પાડી છે, સારવાર માટે કોઈ પણ પુરાવો માન્ય રાખવો જોઈએ.

એડવોકેટ આનંદ યાજ્ઞિકે કહ્યું કે, અમદાવાદમાં અન્ય જિલ્લામાંથી સારવાર માટે આવે છે, જ્યારે અમદાવાદની હોસ્પિટલમાં માત્ર amc ની હદમાં રહેતા લોકોને તેમના રહેઠાણના પુરાવા જોઈ સારવાર આપવામાં આવે છે. તેમણે 5 હોસ્પિટલની વાત કરતા જણાવ્યુ કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં જે 20% બેડ સરકારી છે તેની ટકવારી વધારીને 50% કરવી જોઈએ. કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે. આવા કપરા સમયમાં હાઇકોર્ટે એવું ડાયરેક્શન કરવું જોઈએ કે જેમાં કોઈ પરિવર્તન લાવવું જોઈએ. એસવીપી, એલ.જી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાં નિયમો બદલવા જોઈએ.

કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે. આવા કપરા સમયમાં હાઇકોર્ટે એવું ડાયરેક્શન કરવું જોઈએ કે જેમાં કોઈ પરિવર્તન લાવવું જોઈએ. એસવીપી, એલ.જી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાં 108 સિવાયનાં દર્દીઓને દાખલ કરવામાં નથી આવી રહ્યા. એડવોકેટ એસો. વતી એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી. સરકારી અને કોર્પોરેશનની હોસ્પિટલમાં 108માં આવતા કોવિડ દર્દી ને જ દાખલ કરવામાં આવે છે. ગાઈડલાઈન પ્રમાણે કોઈ દર્દીને દાખલ કરવાનીના પાડી શકાય નહીં.

સુઓમોટોની ચાલી રહેલી હીયરીંગમાં જૂની વીએસ હોસ્પિટલને શરૂ કરવાનો મુદ્દો ઉછાળ્યો, જેમાં 600 બેડની કેપેસિટી છે. એડવોકેટ એસોસિયેસન વતી એડવોકેટ ઓમ કોટવાલે રજૂઆત કરતા જણાવ્યું કે, અમદાવાદ મનપાએ અમદાવાદનો નાગરિક બહારના રાજ્યમાંથી આવ્યો હોય અમદાવાદ પરત ફર્યો હોય અને તેના આધારકાર્ડમાં સરનામું અમદાવાદનું જ હોય તો RTPCR રિપોર્ટ મરજિયાત કર્યો હતો. આ પ્રકારનો નાગરિક બહાર ફરે તો સંક્રમણ વધી શકે છે. 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ચાલુ થઈ તેમ છતાંય હોસ્પિટલ ની બહાર દર્દીઓ મરી રહ્યા છે. 675 એમ્બ્યુલન્સની સામે રોજના 2 હજારથી વધુ કેસ આવી રહ્યા છે.એડવોકેટ એસો વતી એડવોકેટ ઓમ કોટવાલે રજૂઆત કરી હતી કે અમદાવાદ મનપાએ અમદાવાદનો નાગરિક બહારના રાજ્યમાંથી આવ્યો હોય અમદાવાદ પરત ફર્યો હોય અને તેના આધારકાર્ડમાં સરનામું અમદાવાદનું જ હોય તો RTPCR રિપોર્ટ મરજિયાત કર્યો હતો આ પ્રકારનો નાગરિક બહાર ફરે તો સંક્રમણ વધી શકે છે.

તો એડવોકેટ શાલીન મહેતાએ ઓક્સિજનનું ઉત્પાદન વધારવાની માંગ અંગે રજુઆત કરતા કહ્યુ કે, હાલમાં ગુજરાતમાં 300 મેટ્રિક ટનની ઘટ છે. હાલ 5000 મેટ્રિક ટન પર દિવસની જરૂર છે. ડિમાન્ડ સપ્લાયની ચેન તૂટી ગઈ છે. ડિસ્ટ્રીબ્યુશન ઇસ્યુના કારણે ઓક્સિજનની અછત છે. રાજ્યની તમામ મોટી હોસ્પિટલને હાઇકોર્ટ ડાયરેક્શન આપે છે. પોતાનું PCA પ્લાન્ટ ઉભું કરે. 2 સપ્તાહમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા થઇ શકે છે.

Related posts

Individuals with many optimism anticipate great advances was generated for the enhanced fact (AR), digital fact (VR) and you may AI

Inside User

Warum mussen eltern einander zu handen die eine BBW-Dating-Internetseite entscheidung treffen??

Inside User

Is the fresh new dating application Depend give you talk, maybe not swipe?

Inside User

Why does Tinder works – 2023 guide

Inside User

જમ્મુ-કાશ્મીરમાં કોરોના: ફારૂક અબ્દુલ્લા કોરોના પોઝિટિવ , પુત્ર ઓમરએ ટ્વિટ કરીને માહિતી આપી

Inside Media Network

Adopteuntio: el preferible lugar sobre citas para chicas

Inside User
Republic Gujarat