- રિફાઇન્ડ ફૂટથી શરીરીને પૂરતા પોષક તત્વો મળતા નથી
- મૃત્યુના જોખમમાં 27 ટકા જેટલો વધારો થઈ શકે છે
કેનેડાની યુનિવર્સટીના વૈજ્ઞાનિકોએ રિફાઇન્ડ ફૂડ પર રિસર્ચ કર્યું હતું જેના આધારે આ માહતી બહાર આવી છે. કેનેડાની યુનિવર્સટી દ્વારા 16 વર્ષથી આ અંગે રિસર્ચ કરવામાં આવતું હતું.ત્યારે તેમાં જાણવા મળ્યું છે કે રિફાઇન્ડ ફૂટ ખાવાથી મૃત્યુના જોખમમાં 27 ટકા વધારો થઈ શકે છે.અને જો તમે ડાયટમાં આ પ્રકારનો ખોરાક લઈ રહ્યા છો તો,તમને હૃદયની બીમરીનું જોખમ રહેલું છે.33 ટકા સુધી અને સ્ટ્રોકની આશંકા 47 ટકા સુધી રહેલી છે.
રિસર્ચમાં જણાવ્યું છે કે મેંદો,બ્રેડ જેવી રિફાઇન્ડ ગ્રેન હૃદયની બીમારી માટેનું મુખ્ય કારણ બની શકે છે. 1,37 લાખ લોકો પર જેમાં ઉચ્ચ તેમજ મધ્યમ વર્ગની આવક ધરાવતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.અભ્યાસ માટે અનાજને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. રિફાઈન્ડ ગ્રેન, હોલ ગ્રેન, વ્હાઈટ રાઈસ. રિસર્ચમાં સામે આવ્યું કે, વ્હાઈટ રાઈસ અને હોલ ગ્રેનથી મોટાભાગના લોકોમાં નુકસાન મળ્યું ન હતું. પરંતુ રિફાઈન્ડ ગ્રેનનીથી લોકોનામાં શારીરિક અસર જોવા મળી રહી હતી.આમ, રિસર્ચ અનુસાર ડાયટમાં રિફાઈન્ડ ગ્રેનની માત્રા ઘટાડીને મૃત્યુ અને બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.
રિફાઈન્ડ ગ્રેન ઉત્પાદિત અનાજ પર પ્રોસેસિંગ કરવમાં આવે છે.જેનાથી તતમે રહેલા ફાઈબર અને અન્ય પોષક તતવોનો નાશ થઈ જાય છે દો, તેનાથી તૈયાર કરવામાં આવતી બ્રેડ, પાસ્તા, એડેડ સુગર. જેવી વસ્તુઓનો સમાવેશ તેમાં કરવામાં આવે છે.
આમ રિફાઇન્ડ ફૂટ એટલે એક પ્રકારનું પ્રોસેસિંગ ફૂટ જેના કારણે તમારા શરીરને યોગ્ય પોષક તતવો મળતા નથી રિફાઈન્ડ ગ્રેનમાં ફાઈબરની માત્રા ઘણી ઓછી હોવાથી તે સરળતાથી પચી જાય છે. પરિણામે વ્યક્તિ ભૂખ કરતાં વધારે ભોજન લઈ લે છે. તેથી તે મેદસ્વિતા અને બ્લડ સુગર પ્રમાણ વધારવાનું કામ કરે છે.