રાજ્યમાં બેકાબૂ કોરોનાની સ્થિતિએ સામાન્ય માણસની ઉંઘ ઉડાડી દીધી છે.ત્યારે રાત્રિ કરફ્યૂ દરમિયાન 108 એમબ્યુલન્સને સાયરન વગાડવા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. ખાનગી એમબ્યુલન્સના સાયરનને લગાડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. જોકે રાત્રિદરમિયાન ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ આપવામાં આવી છે. એમ્બ્યુલન્સના સાયરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે અને આ ડરનો માહોલ ઉભો ન થાય માટે રાત્રિ દરમિયાન એમબ્યુલન્સની સાયરન લગાવવા પર પ્રતિબંધ મુકાયો છે.
અત્યાર ગુજરાતના 20 શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં છે. કરફ્યુને કારણે રાત્રીએ વાતાવરણ એકદમ શાંત થઈ જાય છે. આવા સમયે એમ્બ્યુલન્સની સાયરન વાગતા, બહુ દુરના વિસ્તારોમાં તે સ્પષ્ટ સાંભળાય છે. જેના કારણે લોકોમાં કોરોનાને કારણે ઉદભવેલી સ્થિતિમાં વધુ ચિંતા, ઉચાટ, ગભરાટ, ડર, ભય પ્રસરે છે. નાગરિકોમાં કોઈ ગભરાટ કે ડર ના ફેલાય અને ઉચાટ- ચિંતા ભરેલ આ સ્થિતિ નિવારવા માટે સરકારે, 108 સહીતની ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત એમબ્યુલન્સવાન દ્વારા સાયરન નહી વગાડવા આદેશ કર્યો છે.
