- રેલવે યાત્રિકો માટે અનોખી ભેટ
રેલવેમાં જયારે મુસાફરી કરવામાં આવી છે ત્યારે સમાનનું ધ્યાન રાખવુંતેમજ વધુ સમાનની ચિંતા મુસાફરને હેરાન કરતી હોય છે. તેમજ રેલવેમાં જયારે લાંબી મુસાફરી કરવામાં આવતી હોય છે ત્યારે
બેડિંગ લઈ જવાની વાત આવે ત્યારે લોકો વધુ પ્રમાણ,આ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે.પરંતુ હવે તમને આ ચિંતામાંથી મુક્તિ મળવા જે રહી છે.
રેલવેના મુસાફરોની સુવિધામાં દિવસેને દિવસે રેલવે દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે.આથી લાંબી મુસાફરી કરતા મુસાફરોની સમસ્યાનો
અંત આવવા જે રહ્યો છે. હવે રેલવે દ્વારા બ્લેન્કેટની વ્યવસ્થા આપવામાં આવી રહી હતી પરંતુ હવે રેલવેએ તમારી આ અગવડનું ઉકેલ આવી ગયો છે. રેલવેએ એક જર્મ ફ્રી ડિસ્પોઝેબલ બેડરોલ તૈયાર કર્યુ છે.
હવે ધીમે ધીમે કોરોનાના કેસમાં સતત ઘટાડો થયતો જોવા મળી રહ્યો છે ત્યારે વવેક્સિનેશન આવ્યા બાદ કોરોનના કેસ ઓછા થઈ રહ્યા છે અને બધૂ નોર્મલ થાવ જે રહ્યું છે ત્યારે રેલવે સ્ટેશન પર યાત્રીઓને જર્મફ્રી ડિસ્પોઝેબલ બેડરોલ આપવામાં આવશે. 300 રૂપિયાની કિંમતવાળા આ બેડરોલમાં યાત્રીને એક ધાબળો, બે ચાદર, તકિયો અને કવર, માસ્ક, ટૂથ બ્રશ, પેસ્ટ, કાંસકો, પેપરસોપ, સેનેટાઇઝર દરેક પ્રકારની જરૂરિયાત વાળી વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે.આથી રેલયાંત્રિકની મુસાફરી સરળ બનીશ જશે.ઉત્તર રેલવે મહાપ્રબંધકે સોમવારે જ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર આ સુવિધાની શરૂઆત કરી છે. અજમેરી ગેટ અને પહાડગંજ બંને તરફ તેના કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. નવી દિલ્હી રેલવે સ્ટેશ સાથે જ હજરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર પણ આ સુવિધા શરૂ કરવામાં આવી છે.