લોકડાઉનની અફવા અંગે મોટી ખબર , AMC એ કર્યો ખુલાસો
અમદાવાદ અને સુરતમાં કોરોનાને કાબુમાં લેવા તંત્રએ કડક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં બાગ-બગીચા, જીમ અને શાળા-કોલેજો તેમજ શનિ-રવિ વારે મોલ-થિયેટર પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે અમદાવાદમાં લોકડાઉન આવવાની અફવા વાયુવેગે ફેલાઈ રહી છે. લોકોમાં આ મુદ્દે સતત ચર્ચા થતા એએમસીને ખુલાસો આપવો પડ્યો છે. અમદાવાદ માં શનિવારે અને રવિવારે લોકડાઉન થવાની વાત ખોટી હોવાનું એએમસીએ જણવ્યું છે. તેમજ અફવાઓને ન ફેલાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને અપીલ કરી છે. શનિવાર અને રવિવારે માત્ર મોલ અને થિયેટર જ બંધ રહેવાના છે.
AMC એ ખુલાસો કરતા જણાવ્યું કે, હાલ કોઈ લોકડાઉન થવાનું નથી
અમદાવાદમાં લોકડાઉનની અફવા અંગેની મોટા સમાચાર સામે આવ્યા છે. AMCએ અમદાવાદમા લોકડાઉનની અફવાઓનું ખંડન કર્યું છે. તો AMC એ ખુલાસો કરતા જણાવ્યું કે, હાલ કોઈ લોકડાઉન થવાનું નથી. શનિ-રવિવારે માત્ર મોલ અને થિયેટર બંધ છે. લોકડાઉન અંગેના ખોટા સમાચાર વહેતા થયા છે. AMC દ્વારા સોશિયલ મીડિયા પર પણ આ વાતનો ખુલાસો કરાયો છે.
