કોરોના કાળમાં જરૂરિયાતમંદો માટે મસીહા બની સામે આવેલા એક્ટર સોનુ સૂદ કોરોના સંક્રમિત થયો છે. સોનુ સૂદે ટ્વીટ કરી તેના કોવિડ પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી ફેન્સને આપી છે. તેણે જણાવ્યું કે, તેણે તમામ સાવધાની વર્તવાની સાથે પોતાને કોરોન્ટાઈન કર્યો છે.
સોનુ સુદે ટ્વિટમાં લખ્યુ હતું કે, હું તમામ લોકોને બતાવા માગુ છુ કે, આજે સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મેં સાવધાની સાથે પોતાની જાતને કોરન્ટીન કરી લીધી છે. તથા પોતાનું ધ્યાન રાખી રહ્યો છું. પણ ચિંતા કરતા નહીં, તેનાથી મદદ કરવામાં મને વધારે સમય મળી ગયો છે. યાદ રાખો હું હંમેશા આપની સાથે છું.
સોનુએ આ વાતની જાણકારી આપતા તેના મેસેજની શરૂઆતમાં લખ્યું- કોવિડ પોઝિટિવ. મૂડ અને જોશ- સુપર પોઝિટિવ. તેનાથી સ્પષ્ટ છે કે સોનુ સૂદ આઝે પણ લોકોની મદદ કરવા ઉભો છે અને હાર નથી માની રહ્યો. આ તેના ફેન્સ અને અન્ય દેશવાસીઓ માટે પ્રેરણા છે.
આપને જણાવી દઈએ કે, સોનુ સુદે દેશવાસીઓને 2020માં કોરોનાકાળમાં લાગેલા લોકડાઉનમાં મજૂરોની મદદ કરીને સૌ કોઈના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ ઉપરાંત સોનુ સુદ અત્યાર સુધીમાં અસંખ્ય લોકોની મદદ કરી ચુક્યા છે. તેણે લોકોની મદદ માટે, સારવાર માટે, ભારત વાપસી માટે, અભ્યાસ માટે, અલગ અલગ પ્રકારની મદદ કરીને લોકોની વ્હારે આવ્યો હતો, આ સીલસીલો હજૂ પણ ચાલુ જ છે.
