પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના એઈમ્સમાં ગુરૂવારે સવારે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતું અમારી પાસે વાયરસને હરાવવા માટે અમુક ઉપાયોમાં વેક્સિનેશન પણ છે, જો તમે પણ વેક્સિન લેવા માટે યોગ્ય હોવ તો, ટૂંક સમયમાં જ લગાવી લો.કોવિન પોર્ટલ પર રજિસ્ટર કરાવો.
પીએમ મોદીએ કોરોના રસીનો પહેલો 1 માર્ચના રોજ લીધો હતો. તેઓ અચાનક નવી દિલ્હી સ્થિત એમ્સ પહોંચ્યા હતા અને ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. દિલ્હી એમ્સમાં કામ કરતા પુડુચેરીના સિસ્ટર પી નિવેદાએ પીએમ મોદીને કોરોના રસીનો પહેલો ડોઝ આપ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 33 લાખથી વધારે લોકોને છેલ્લા 24 કલાકમાં રસી આપવામાં આવી છે. આજે દુનિયામાં રસી આપવાના મામલે ભારતમાં આગળ છે. અત્યાર સુધીમાં દેશમાં 8.70 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી સર્વાધિક પાંચ કરોડથી વધારે લોકોની ઉંમર 45 અથવા તેનાથી વધારે છે. આ લોકોને ગત 1 માર્ચથી રસી આપવાનું શરૂ થયુ છે.
