- વડોદરામાં બીજા તબ્બકાની મતગણતરી પ્રક્રિયા શરૂ
- મતગણતરીના બીજા તબક્કામાં ભાજપ આગળ
6 મહાનગરપાલિકાની મતગતરી હાથ આજે હાથ ધરવામાં આવી છે ત્યારે બધા મહાનગરોમાં ભાજપ આલ ચાલી રહ્યું છે..પણ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં પહેલા તબક્કામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી. જોકે બીજા તબક્કામાં કોંગ્રેસ પાછળ જોવા મળી રહ્યું છે અને ભાજપ આગળ ચાલી રહ્યું છ. 36 બેઠક પર ભાજપ અને 9 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. વોર્ડ નં-2, 4,7 અને વોર્ડ નં-10માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. જયારે વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો. હવે વોર્ડ નં-2, 5, 8, 11, 14 અને 17ની મતગણતરી શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના સ્ટ્રોંગ રૂમમાં તબક્કાવાર મતગણતરી હાથ ધરવામાં આવી છે. પરિણામે તબક્કાવાર રાજકીય પક્ષોના એજન્ટોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
હાલના આંકડાઓ મુજબ 6 મહાનગરપાલિકાઓ એટલે સુરત,અમદાવાદ, ભાવનગર, જામનગર, વડોદરા, રાજકોટમાં ભાજપની પેનલો આગળ ચાલી રહી છે..વડોદરામાં કુલ 76 સીટો માંથી લગભગ 45 જેટલી સીટોની મતગણતરી બાદ ભાજપ 36 સીટોથી આગળ ચાલી રહી છે જયારે કોંગ્રેસ 9 સીટ પર આગળ ચાલી રહ્યું છે