મહાનગરપાલિકાની ચૂંટણીની મતદાન પ્રકિયા ચાલી રહી છે.ત્યારે વડોદરામાં મતદાન પ્રક્રિયામાં છબરડો સામે આવ્યો છે.મતદાર યાદીમાં મતદારને મૃત જાહેર કર્યો છે. વડોદરાના વોર્ડ નં-6માં મતદાતા જીવિત હોવા છતાં મતદારયાદીમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં તંત્રની બેદરકારી સામે આવી. મતદાર રાજુભાઇ ચાવડા જયારે મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જાય સહ ત્યારે મતદાન કેન્દ્ર પરની યાદીમાં તેમનું નામ સામે મૃત જાહેર કરવામાં આવ્યું છે.તંત્રની બેદરકારી સામે આવી રહી છે.
મતદાન મથક પર હાજર આધેકારીઓને આ બાબત જણાવવા છતાં તેમને મતદાન કરવાં દેવામાં આવ્યું.આથી મતદાર રાજુભાઇ ચાવડા દ્વારા અધિકારીને જણાવવા છતાં તેમને મતદાન કરવું દેવામાં ન આવતા તેઓ મતદાનથી વંચિત રહ્ય. આમ રજુભાઈએ તંત્ર સામે રોષ દાખવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે હું જીવિત હોવા છતાં મને મૃત જાહેર કરતા હું મતદાન કરી શક્યો તેનું મને દુઃખ છે.