દિલ્લી સરકારે બહાર પાડ્યો નવો નિયમ
વધતા પ્રદુષણને લઈને દિલ્હી સરકારનો નવો નિયમ
પરિવહન વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવશે.
દેશની રાજધાની દિલ્હીમાં દિવસેને દિવસે પ્રદુષણનું પ્રમાણ વધતું જાય છે.જેના પરિણામે દિલ્હી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં તમામ સરકારી વિભાગો અને સંસ્થાનોમાં હવે ફક્ત ઈલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ થશે. લીઝ ભાડા અંતર્ગત ચાલતા વાહનો એટલે કે પેટ્રોલ ,ડીઝલ અને CNG વડે ચાલતા વાહનોને હવે ઈલેક્ટ્રિક વાહનોમાં ફેરવવામાં આવશે.હાલમાં દિલ્હીની સરકારી હોસ્પિટલમાં 2000 હજાર જેટલા વાહનો એવા છે જે પેટ્રોલ ડીઝલની અને CNGથી ચાલે છે.ગુરૃવારે દિલ્હી સરકારના નાણા વિભાગે ઇલેક્ટ્રોનિક વાહન અંગેનો નિર્ણય બહાર પડ્યો છે.
દિલ્હીના નાયબમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સ્વપ્ન છે.કે દિલ્હીને ઇલેક્ટ્રિક વાહન રાજધાની બનાવવામાં આવે . જે ટૂંક સમય પૂર્ણ થવા જઇ રહ્યું છે. દિલ્હી ભારતનું જ નહીં પરંતુ દુનિયાનું પહેલું રાજ્ય હશે જે ઇલેક્ટ્રોનિક વાહન રાજધાની બનશે..જ્યાં તમામ સરકારી વિભગોમાં ફક્ત ઇલેક્ટ્રોનિક વાહનોનો જ ઉપયોગ કરવામાં આવશે.ઇલેક્ટ્રોનિક વાહનોના વપરાશના કારણે પ્રદૂષણ પર સરળતાથી કાબુ મેળવી શકાશે.દિલ્હી સરકારે દિલ્હીમાં વધતા પ્રદુષણને લઈને આ નિર્ણય લીધો છે.
.
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે નાણાં વિભાગ દ્વારા ‘સ્વીચ દિલ્હી’ અભિયાનના ત્રીજા અઠવાડિયામાં આદેશો જારી કારવામાં આવ્યો છે.તેમજ તેમણે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળવા અંગેની આશા વ્યક્ત કરી હતી.. તેમજ ઈ-વાહનોને ખરીદવા,ભાડે લેવા માટે પોર્ટલ અથવા કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગ અંતર્ગત PSU EESL નો ઉપયોગ કરવામાં આવશે.. દિલ્હી સરકારના તમામ વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને સબસિડીવાળી સંસ્થાઓમાં કાર્યરત તમામ વાહનો ઇલેક્ટ્રિક હશે.. જેનાથી દિલ્હીમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડી પર્યાવરણને શુદ્ધ બનાવી શકાય. આ માટે પરિવહન વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે.