- ક્રિતી સેનને ટ્વિટ કરી ટીઝર રિલીઝ કર્યું
- ટીઝર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પર જાહેર
વરુણ ધવન અને ક્રિતી સેનનની આગામી ફિલ્મ ભેડિયાનો ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ જાણવામાં આવી છે. બોલિવૂડ એક્ટર વરૂણ ધવન અને અભિનેત્રી ક્રિતી સેનનની મુખ્ય ભૂમિકા વાળી ‘ભેડિયા’ ની રિલીઝ તારીખની ઘોષણા કરી છે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022માં મોટા પડદે રજૂ કરવામાં આવશે. ફિલ્મની રિલીઝ ડેટની સાથે જ ફિલ્મ ‘ભેડિયા’નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે, જે જોવામાં ખૂબ જ ભયાનક લાગી રહ્યું છે.
ક્રિતી સેનને ભેડિયાનું ટીઝર સોશ્યિલ મીડિયા પર રીલિઝ કર્યું છે..ટીઝરમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ પર્વત પર જોરજોરથી બૂમો પાડી રહ્યો છે. આ પછી, વરુનો આકાર દેખાય છે. પછીના સીનમાં, ભેડિયુ કોઈ પર હુમલો કરતો જોવા મળે છે. ટીઝર વીડિયોમાં એક વ્યક્તિને રાતના અંધારામાં વેરવોલ્ફમાં ફેરવતા બતાવવામાં આવ્યા છે અને આ સમય દરમિયાન બેકગ્રાઉન્ડમાં પૂર્ણ ચંદ્ર જોવા મળે છે. 38 સેકન્ડનું આ ટીઝર ભયાનક લાગે છે. ટીઆ ટીઝરને શેર કરતાં ક્રિતી સેનનને લખ્યું છે, ‘સ્ત્રી અને રૂહીને ભેડિયાના પ્રણામ! 14 એપ્રિલ 2022ના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે.