કોરોના વાયરસના કહેરની વચ્ચે JEE મેનની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યુ હતું કે, નવી તારીખની જાહેરાત પરીક્ષાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે.
JEE મેનની પરીક્ષા ના બે સેશન અગાઉ ફેબ્રુઆરી અને માર્ચમાં પૂરા થઈ ચૂક્યા છે. કોરોનાના વધતા કેસ બાદ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાની માગણીને ધ્યાનમાં રાખીને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષા હાલ મોકૂફ રાખી છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓની સતત માંગને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષાની તારીખના 10 દિવસ અગાઉ તેને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષા 27,28 અને 30 એપ્રિલે યોજાવવાની હતી. પરીક્ષાઓની નવી તારીખ થોડા સમયમાં જાહેર કરવામા આવશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કોરોનાની સ્થિતિને જોતા જેઈઈ મેઈન્સ સ્થગિત કરવાનું સૂચન આપ્યું હતું. પરીક્ષાની નવી તારીખ 15 દિવસ અગાઉ જણાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને તૈયારી માટે સમય મળી રહે.
