વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી, અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં ખસેડાયા

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદીને હાર્ટની તકલીફ થતા પહેલા ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. બાદમા અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમા લઈ જવાયા હતા.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે, જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે હવે મહેસૂલમંત્રી કૌશિક પટેલની વિધાનસભાગૃહમાં તબિયત બગડતાં તેમને તાત્કાલિક નિવાસસ્થાન ખાતે ગયા હતા. અત્યારસુધીમા એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમાં જ પોઝિટિવ આવ્યા છે. આજે સા.ન્યાય અધિકારિતા મંત્રી ક્વોરન્ટીન પૂરો કરીને ગૃહમાં આવ્યા છે.

સત્ર દરમિયાન 12 ધારાસભ્યો કોરોના પોઝિટિવ
કોરોનાના કહેર વચ્ચે ગુજરાત વિધાનસભા નું બજેટ સત્ર યોજાયું હતું. આ દરમિયાન અનેક ધારાસભ્યો અને સરકારી અધિકારીઓમાં કોરોના સંક્રમણ ફેલાયું હતું. એક પછી એક ધારાસભ્યોને કોરોના હોવાના અહેવાલ સામે આ્વયા હતા. જોકે, આ પહેલા મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પણ ગૃહમા તબિયત બગડી હતી. જેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અત્યાર સુધી ગુજરાત વિધાનસભામાં એક મંત્રી સહિત કુલ 180 માંથી 12 ધારાસભ્યો કોરોના પોઝિટિવ થયા છે.

ધારાસભ્યોએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાથી મિત્રોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવાયું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું છે. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિધાનસભાગૃહમાં કોરોના વધી રહ્યો છે, જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે.

રાજેન્દ્ર ત્રિવેદી મૂળ વડોદરાના રાવપુરા વિસ્તારના ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમના પટેલ કોરોના પોઝીટીવ આવતા આજે વિધાનસભાગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા દરેક ધારાસભ્યને માસ્ક પહેરવાની ટકોર પણ કરી હતી. કૉંગ્રેસનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને અધ્યક્ષએ કહ્યુ હતું કે, તમે છીંક ખાઇ રહ્યાં છો તો માસ્ક પહેરી રાખો. ભાજપના ધારાસભ્ય શભુજી ઠાકોરને પણ માસ્ક પહેરવાની ટકોર અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. આમ, વિધાનસભા ગૃહ દરમિયાન તેઓ અનેકવાર માસ્ક મુદ્દે ટકોર કરતા રહ્યા હતા.

Related posts

વડાપ્રધાનનું કૃષિ ક્ષેત્રમાં ખાનગીકરણને લઈને સંબોધન

Inside User

મગરના પેટમાંથી માણસના એ અંગો નીકળ્યા જેને જોતા…

Inside Media Network

કોરોનાની બીજી લહેર: અસરગ્રસ્ત રાજ્યો સાથે કેન્દ્ર સરકારની બેઠક, થઇ શકે છે મોટી ઘોષણા

કોરોનાના કેસોમાં ધરખમ વધારો,24 કલાકમાં 16,738 નવા કેસ નોંધાયા.

Inside Media Network

KIITના ડૉ.સામંતના સહયોગથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા શરૂ કરશે કાયદાની અનોખી ઈન્સ્ટીટ્યૂટ

Inside Media Network

દેશના Super Rich ભીખારી, આલિશાન ફ્લેટ અને સંપત્તિ જાણીને ચોંકી જશો

Inside Media Network
Republic Gujarat