પાકિસ્તાન તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાનના ઉત્તર ભાગમાં બસ પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બસમાં ચાઇનીઝ નાગરિકો મુસાફરી કરી રહ્યા હતા. એક સમાચાર એજન્સી અનુસાર, આ બસ ચાઇનાના એન્જિનિયરોને અપર કોહિસ્તાનના દાસુ ડેમના સ્થળે લઈ જઈ રહી હતી. આ દરમિયાન વિસ્ફોટ થયો હતો અને 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, બસમાં 30 ચાઇનીઝ ઇજનેરો સવાર હતા.
આ વિસ્ફોટમાં આઠ ચીની નાગરિકોના મોતની પુષ્ટિ થઈ છે. આ સિવાય ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે.
