દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સફેદ ફૂગના કારણે કોવિડ -19 ના દર્દીની મોટા આંતરડા અને નાના આંતરડામાં કાણું જોવા મળ્યું છે. આવો પહેલો કેસ સામે આવ્યો છે. હોસ્પિટલમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજી અને પેનક્રેટીકોબિલરી સાયન્સિસના અધ્યક્ષ ડો.અનિલ અરોરાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી આપણે જાણીએ છીએ, કોરોના વાયરસના ચેપમાં, વ્હાઈટ ફંગસ, ફૂડ પાઇપ, નાના આંતરડા, મોટા આંતરડામાં કાણું પાડવાંનો કિસ્સો આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે પેટની તીવ્ર પીડા, ઉલટી અને કબજિયાતની ફરિયાદોને કારણે 49 વર્ષીય મહિલાને 13 મેના રોજ એસજીઆરએસમાં દાખલ કરાઈ હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના બ્રેસ્ટને બ્રેસ્ટ કેન્સરને કારણે દૂર કરવામાં આવ્યું હતું અને ચાર અઠવાડિયા પહેલા તેણીની કીમોથેરાપી થઈ હતી. જ્યારે હોસ્પિટલમાં મહિલાનું સીટીસ્કેન કરવામાં આવ્યું તો ખબર પડી કે આંતરડામાં કાણું છે.
સર ગંગારામ હોસ્પિટલના મેટ ઓફ સિવર, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી અને પેનક્રેટીકોબિલરી સાયન્સિસના ડિપાર્ટમેન્ટના ડો.(પ્રો) અમિત અરોડાએ જણાવ્યું કે ચાર કલાક સર્જરી ચાલ્યા બાદ મહિલાના ફૂડ પાઈપ, નાના આંતરડા અને મોટા આંતરડામાં પડેલા કાણાને પૂરવામાં આવ્યા. ત્યારબાદ જ લીક્વિડ લીકેજને પણ રોકવામાં આવ્યું.
મહિલાઓમાં કોવિડ -19 નું એન્ટિબોડી સ્તર નોંધપાત્ર રીતે વધારે જોવા મળ્યું. મહિલામાં ફૂગની ફરિયાદ મળ્યા બાદ તેને એન્ટિ ફંગલ દવાઓ આપવામાં આવી હતી અને હવે તેની સ્થિતિ વધુ સારી છે. ડો.અરોરાએ કહ્યું કે કોવિડ -19 પછી ફંગલ ઇન્ફેક્શન (બ્લેક ફંગસ) ના કેસ થયા છે, પરંતુ આંતરડામાં ગેંગ્રેન અને વ્હાઈટ ફંગસના કારણે ફૂડ પાઇપમાં છિદ્રો જેવા કિસ્સાઓ પહેલાં ક્યારેય આવ્યા નથી.
