શાકભાજીના ભાવમાં વધારો : 100 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે લિંબૂ અને લસણ
હજૂ ગરમીની શરૂઆત થઇ છે, હોળીનો તહેવાર પણ પત્યો નથી, ત્યાં શાકભાજીની ભાવો વધારો જોવા મળી રહ્યો છે . ગરમીની શાકાભાજી, ભીંડા, તિરુયા, લિંબૂના ભાવ આસમાને પહોંચવા આવ્યા છે. જેના કારણે સામાન્ય લોકોનું બજેટ બગડી ગયુ છે. લિંબૂ અને લસણના ભાવ તો 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગયા છે. જાણકારોનું કહેવુ છે કે, ગરમીની સિઝનમાં વધારો થતા શાકભાજીના ભાવ માં વધારો થઈ રહ્યો છે.
100 રૂપિએ પહોંચ્યા લિંબૂ અને લસણ
લિંબૂની ડિમાન્ડ ગરમીની સિઝનમાં વધી જાય છે. તો બીજી તરફ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે લિંબૂની કિંમતમાં મોટો વધારો થયો છે. દિલ્હીના માર્કેટયાર્ડની વાત જણાવીએ તો , અહીં લસણ અને લિંબૂના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તદ્ ઉપરાંત શાકભાજીના ભાવોમાં પણ વધારો જોવા મળ્યો છે. જયારે ભિંડા, તુરીયાના ભાવ 90 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. તો વળી બીજી બાજૂ પરવર અને કારેલાની કિંમત 70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. ભાવ વધતા લોકોમે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો આમ જ ભાવમાં વધારો જોવા મળ્યો તો લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.
વેપારીઓ શું કહે છે
દિલ્હીની માર્કેટયાર્ડના વેપારીઓનું કહેવુ છે કે, શાકભાજીની સપ્લાઈમાં કોઈ સમસ્યા નથી, આવક એકદમ બરોબર થઈ રહી છે. પરંતુ ગરમી વધાવના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે બટેટા, કોબિજ સહિત સિઝનની અન્ય શાકભાજીની કિમતમાં વધારો થવાની શક્યતા વર્તાઈ રહી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર જેમ જેમ ગરમી વધતી જશે, તેમ તેમ શાકભાજી ઝડપી ખરાબ થતી જાય છે, તે કારણે પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.