- ઈરાની સરકારે નવો ચુકાદો બહાર પાડ્યો
- કાર્ટૂનમાં મહિલાઓને બુરખો પહેરાવવો ફરજિયાત..
- કાર્ટૂન એનિમેટેડ ફીચર્સમાં મહિલાઓને બુરખો પહેરાવીને બતાવવું જોઈએ.
ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઇએ સોમવારે વિચિત્ર ચુકાદો બહાર પાડ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કાર્ટૂન એનિમેટેડ ફીચર્સમાં મહિલાઓને બુરખો(હિજાબ) પહેરાવીને બતાવવું જોઈએ. તસ્નીમ ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ ન્યૂઝ એજન્સી દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું કે એનિમેટેડ પાત્રોમાં મહિલાઓને બુરખો(હિજાબ) પહેરાવવું આવશ્યક છે.
ખામનેઇએ કહ્યું કે કાર્ટૂનમાં બુરખો ન પહેરાવવાના પરિણામોને જોતા, એનિમેશનમાં હિજાબ બતાવવું જરૂરી છે. આ કાયદો ઇસ્લામિક કાયદાના મુદ્દાને આધારે જારી કરવામાં આયો છે. જે કાયદેસર રીતે બંધન નથી કરતુ પરંતુ કોઈ માન્યતા પ્રાપ્ત ઉચ્ચ અધિકારીઓ તેને દ્વારા જારી કરવામાં આવે છે.
બીજી તરફ ઈરાનમાં રાજકીય કાર્યકરોએ આ ફતવાની નિંદા કરી તેને ઝેરી ગણાવ્યો છે. તે જ સમયે ઇરાની પત્રકાર અને કાર્યકર માસિહ અલાઈનઝાદે ટ્વિટર પર લખ્યું કે આ મજાક નથી! ઇસ્લામિક રિપબ્લિક ઇરાનના સર્વોચ્ચ નેતાએ જાહેરાત કરી છે કે મહિલાઓએ પણ હિજાબ પહેરવો જોઇએ.
બીજી તરફ અદાદમિક અર્શ અજીજીએ પણ સરકારના આ નિર્ણયની ટીકા કરીને કહ્યું કે ગ્રેંટ અયાતુલ્લા ખામનેઇ ઇરાન અને ઈરાની લોકોના રસના મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી. ઈરાનમાં ફિલ્મ ઉદ્યોગમાં સેન્સરશીપની જગ્યાએ કડક કાયદા છે. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના શારીરિક સંબંધો જેવા દ્રશ્યોને અપમાનજનક માનવામાં આવે છે જેથી તે દર્શાવવા પર પ્રતિબંધ છે ..