શું ખરેખર સુશાંત સિંહ રાજપૂતના નામે રાષ્ટ્રીય એવોર્ડ શરૂ થશે?

  • સુશાંત સિંહ રાજપૂતના નામે નેશનલ એવોર્ડ શરૂ થવાની શક્યતા !
  • ભાજપના આ પ્રસ્તાવે સોશ્યિલ મીડિયા પર જોર પકડ્યું.

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અવસાનને ઘણા મહિના વીતી ગયા છે તો પણ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. તેના ન્યાયમાં દરરોજ સોશ્યિલ મીડિયા પર કોઈને કોઈ હેશટેગ ટ્રેન્ડ થતા જોવા મળે છે જેમાં બધાની માંગ અલગ છે, પરંતુ તેમની ભાવના એક છે.તેમના ચાહકો ન્યાયની માંગણી માટેની લડાઈ હજી પણ લડી રહ્યા છે..ત્યારે હાલમાં એક ચર્ચા એ જોર પકડ્યું છે કે, સુશાંતસિંહ રાજપૂતના નામે નેશનલ એવોર્ડ શરૂ થઈ શકે છે..પરંતુ હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.પરંતુ ચાહકો ફક્ત આ અટકળોથી ખુશ છે અને તેમને આશા છે કે, અભિનેતાની યાદમાં કંઈક મોટું અને યાદગાર બનશે.ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે અને તેની ચર્ચા પણ થઈ રહી છે. પરંતુ આ પ્રસ્તાવ કયારે સ્વીકારવામાં આવશે અને ક્યારે અભિનેતાના નામે રાષ્ટ્રીય એવોર્ડ શરૂ થશે તે જોવાનું રહ્યું. જો કે આ પહેલીવાર નથી જેમાં સુશાંત સિંહ વિશે કંઈક મોટું કરવાની તૈયારી થઈ રહી છે. આ પહેલા પણ મેડમ તુસાદમાં તેમના મીણની પ્રતિમાને લઈને ઘણા પ્રયત્નો થયા હતા, પરંતુ હજી સુધી કોઈ પરિણામ મળ્યું નથી. આવી ઘણી વધુ દરખાસ્તો કાગળ પર તૈયાર છે પરંતુ તેના પર મહોર ક્યારે લાગશે તે હજી પણ મોટો પ્રશ્ન છે..

સુશાંત કેસ વિશે વાત કર્યે તો તેમાં હત્યા, આપઘાત અને ડ્રગ્સ એન્ગલ જેવા ઘણા નાટકીય પરિવર્તન આવ્યા છે. દેશની તમામ મોટી એજન્સીઓએ આ કેસની તપાસ કરી છે. ઘણી હાઈ પ્રોફાઈલ ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ હજી પણ હજી સુધી ન્યાય મળ્યો નથી.અભિનેતાના ચાહકો ન્યાય માટે અરજ કરતા રહે છે. પરિવારે પણ તેની લડત ચાલુ રાખી છે. અને હવે લોકો સીબીઆઈના ક્લોઝર રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

 

Related posts

ભારતીય અર્થવ્યવસ્થા સુધારા તરફ, GDP GROWTH તરફ

Inside Media Network

આજથી ચૈત્રી નવરાત્રી: જાણો શું છે આ પાવન દિનનું મહાત્મય અને પૌરાણિક માન્યતા, આ રીતે કરો કળશ સ્થાપના

Inside Media Network

144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન, રથયાત્રા ભક્તો વગર થઈ પૂર્ણ

નાયબ મુખ્યમંત્રીનો બજેટને લઈને મહત્વનો નિર્ણય

Inside User

CBSE શાળાઓનું શૈક્ષણિક સત્ર 1 એપ્રિલથી શરૂ થશે

Inside Media Network

જાણો રાજયમાં કોરોનાની શું છે પરિસ્થતિ

Inside Media Network
Republic Gujarat