શું ખાધા પછી તમારું પેટ ફૂલી જાય છે? તો વાંચો આ ઘરેલુ નુસખા

આજના સમયમાં લોકોનું જીવન બેઠાડુ થઈ જવાને કારણે આપણી વચ્ચે રહેતા ઘણા લોકોને એવું થાય છે કે, નાસ્તા કે ભોજન લીધા બાદ તરત જ પેટ ફૂલી જવાની સમસ્યા થતી હોય છે. પછી ભલે તમે તમારા આહાર કરતા ઓછો ખોરાક કેમ ન ખાધો હોય. જો તમને પણ આ પ્રકારની સમસ્યા થાય છે, તો તેનાથી છુટકારો મેળવવા માટે કેલાક ઘરેલું ઉપાય છે.

જો તમને પણ પેટ ફૂલવુ કે પેટ ભારે થઈ ગયું હોય તેવું લાગે તો આ એક અલગ બાબત છે. કારણ કે ઘણી વખત રાત્રે ઊંઘ ન આવવાને કારણે, ભૂખ કરતાં વધુ ખોરાક ખાધા પછી અથવા થોડો ભારે ખોરાક ખાધા બાદ પણ આવું થાય છે, પણ જો તમને કંઈક ખાતા સમયે હંમેશાં પેટ ભરાવાની સમસ્યા હોય તો તેને સામાન્ય સમજવાની ભૂલ ના કરશો કે તેને અવગણશો નહીં. કારણ કે તે પેટ સાથે શરીરમાં ચાલતી અનેક સમસ્યાઓ કે બીમારીઓને કારણે પણ થઈ શકે છે. અથવા ભયંકર રોગનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે.

જે લોકોને પેટ ફૂલેવાની સમસ્યા રહે છે તેઓ શરૂઆતમાં ભોજન પહેલાં ઇસબગોલ, સફરજનનો એક ટુકડો પાણીમાં ભેળવીને તૈયાર કરેલું ડ્રિંક પી લો.
તે માટે તમે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી ઇસબગોલ અને સફરજનના ટુકડાઓ મિક્સ કરો. હવે બંને પદાર્થોને પાણીમાં ઓગાળી લો અને ખાધા પહેલા 25 થી 30 મિનિટ પહેલાં તેનું સેવન કરવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

ખોરાક લેતી વખતે પેટની તકલીફ ન થાય તે માટે તમારે ખાધા પછી તરત જ નવશેકા પાણી સાથે 1/4 ચમચી અજમા અને જીરાનો પાવડર ફાકી જવો જોઈએ. તમારું પેટ પણ હળવું રહેશે અને ગેસ પણ નહીં થાય.
જો તમે ઇચ્છો તો ભોજન પછી તરત લીલા ફૂદીનાના 4 થી 5 પાન ખાવા માંગતા હો, તો તેને એક ચપટી કાળા મીઠા સાથે ચાવવું અને ખાવું. આ પછી જો જરૂરી હોય તો 1 થી 2 ગ્લાસ ગરમ પાણી પીવો તમને ફાયદો રહેશે.
જો તમને આ ઘરેલું ઉપાયોથી લાભ ન મળી રહ્યો હોય, તો તમારે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કારણકે પેટમાં ભારેપણું, પેટ સખત રહેવું, ભોજન કરતા જ પેટ ભારે રહેવુ અથવા પેટ પર સોજો આવવો આ ગાંઠ, કેન્સર, હિપેટાઇટિસ જેવા ગંભીર રોગોના લક્ષણો હોઈ શકે છે.

Related posts

આઈઆઈએમ અમદાવાદ અને આઈઆઈટી ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 65 લોકોને સંક્રમિત

Inside Media Network

કરિશ્મા કપૂર અને જયા બચ્ચન વર્ષો પછી નિખિલ નંદાના જન્મદિવસ પર એક સાથે દેખાયા, તસવીરો થઇ વાયરલ

Inside Media Network

સૂરજ પંચોલીની ડાન્સ ફિલ્મ ‘ટાઇમ ટૂ ડાન્સ’ માર્ચમાં રિલીઝ થશે

Inside Media Network

કોરોના હારશે, ગુજરાત જીતશે: CM રૂપાણીએ કપરા સમયમાં કોરોના વોરિયર્સની કામગીરી બિરદાવી

Inside Media Network

રેલટેલ કંપનીના IPOની ફાળવણી આ રીતે જાણો

Inside Media Network

નવી ગાઈડલાઈન થઇ જાહેર: આ દેશોમાંથી આવતા મુસાફરોને ફરજિયાત 7 દિવસ સુધી રહેવું પડશે કોરન્ટીનમાં

Inside Media Network
Republic Gujarat