1 વર્ષથી કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યા છે,ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક પહેરવું સતત હાથ સાફ રાખવા એક બીજાના સંપર્કમાં વધુ ન આવવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેવી અનેક બાબતો કોરોના વાયરસે આપણે શીખવી છે પંરતુ શું આપણે હજુ પણ આ નિયમોનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ ?
ગામડા કરતા શહેરમાં માસ્ક પહેરનાર લોકોની સંખ્યા વધુ
માત્ર 30 ટકા ભારતીયો માસ્ક પહેરે છે
88ટકા લોકો સામાજિક અંતર જાળવતા નથી
હાલમાં ફરી કોરોના વાયરસે માથું ઉચક્યું છે ત્યારે ફરી આ નિયમો યાદ કરી લેવા અને તેનો અમલ કરી, કોરોના સંક્ર્મણમાં ઘટાડો કરી શકાય છે.તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે, અનેક લોકો માસ્કને પ્રાધાન્ય આપતા નથી.તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું પણ પાલન કરતા નથી આ અંગેના ચોંકવારનારા ખુલાસા સર્વેના આધારે થયા છે.સર્વે પ્રમાણે જાણવા મળ્યું છે કે ભારતમાં માત્ર 30 % લોકો માસ્ક પહેરે છે.જયારે 12 ટકા લોક સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે.
કમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્વિસના માધ્યમથી આ બાબત વિષે જાણ મળી.આ સર્વે દેશના દેશના 238 જિલ્લામાં 8321 લોકો સાથે વાતચીતના આધારે કરવામાં આવ્યો છે.
સર્વેમાં જાણવા મળ્યું છે કે ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરમાં માસ્ક પહેરનારા લોકોની સંખ્યા વધારે છે.તેમજ ગ્રામ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થવાના કારણે લોકો માસ્કના નિયમોનું પાલન કરતા નથી. 68ટકા પુરુષ અને 32ટકા મહિલાઓ સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાં 51% લોકો ટિયર-1 અને 28% લોકો ટિયર-2 શહેરમાં રહે છે.
સર્વેમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી. 51ટકા લોકો સામાજિક અંતરનું યોગ્ય રીતે પાલન કરે છે.જયારે 18 ટકા લોકોનું કહેવું છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી નથી.તેમજ સર્વેમાં 56ટકા લોકોનું કેહવું છે કે સોશિયલનું ધ્યાન રહેતું નથી,
ભારત વિશ્વના ચોથા નંબરનો દેશ છે જ્યાં ફરી કોરોના વાયરસના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.પહેલા ક્રમ પર અમેરિકા છે ,જ્યાં 70 હજારથી પણ વધુ કોરોનાના કેસ આવી રહ્યા છે.