- શું તમે જાણો છો ઘરના આ ખૂણામાં તિજોરી રાખવાના ફાયદા
ઘરના આ ખૂણામાં તિજોરી રાખવાથી તમાર ઘરમાં ધનની કમી નહીં જોવા મળે.અનેક વખત તમારી સમસ્યાઓનું સમાધાન વસ્તુશાસ્ત્રમાં રહેલું હોય છે.આથી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જો વાસ્તુ પ્રમાણે રાખવામાં આવે તો,ઘણા લાભ થઈ શકે છે.
જો ઘરમાં વસ્તુઓ યોગ્ય જગ્યાએ રાખવામાં ન આવે તો વસ્તુ દોષ લાગે છે.અને વસ્તુ દોષના કારણે જીવનમાં અનેક તકલીફોનો સામનો કરવો પડે છે.આથી,વાસ્તુ પ્રમાણે વસ્તુઓ રાખવી ખુબ જ જરૂરી છે.તેમજ તે વિષેની માહિતી રાખવી પણ ખુબ જ જરૂરી છે.
દિશાઓ અનુસાર ઘરની વસ્તુઓ રાખવાથી અનેક ફાયદાઓ થઈ શકે છે.આથી,દિશા અનુસાર ઉત્તર દિશામાં વસ્તુ અનુસાર ભગવાન કુબેરનું સ્થાન માનવામાં આવે છે.આથી તે દિશામાં તિજોરી રાખવું શુભ માનવામાં આવે છે.તેમજ કિંમતી વસ્તુઓ પણ ઉત્તર દિશામાં રાખવાથી શુભ માનવામાં આવે છે.
આમ પૂર્વ દિશાની વાત કકરવામાં આવે તોતે દિશા વાસ્તુ પ્રમાણે સ્વામી સૂર્યની માનવામાં આવે છે.માટે આ જગ્યાને હંમેશા ખાલી રાખવી જોઇએ. નવુ ઘર બનાવવાળા લોકો ખાસ ધ્યાન રાખે કે ઘરમાં સૂર્યના કિરણો આવવા ખુબ જરૂરી છે.
પશ્ચિમ દિશા
આ દિશામાં રસોડુ ક્યારેય ન બનાવો પરંતુ બાથરૂમ કે ટોયલેય બનાવવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા પશ્ચિમને માનવામાં આવે છે તેમજ ઈશાન ખૂણામાં ભગવાન શીવનુ સ્થાન માનવામાં આવે છે. આથી આ દિશાને દિશાઓનો સ્વામી ગુરુને માનવામાં આવે છે.આથી આ જગ્યામાં પૂજા ઘર રાખવું ખુબજ અગત્યનું છે.