સખીઓનો સહિયારો પ્રયાસ ‘સખીરી’ – Gujarat Inside

સખીઓનો સહિયારો પ્રયાસ ‘સખીરી’

અત્યારના સમયમાં મહિલા સશક્તિકરણ વિશે ખુબ મોટા પ્રમાણમાં વાતોકરવામાં આવી છે. પરંતુ સાચા અર્થમા દરેક સ્ત્રી દરેક નારી સશક્ત જ છે.આમ આજ રોતે પાંચ નારીઓના,પાંચ સખીઓએ સાથે કરેલા સહિયારા પ્રયાસની વાત કરવામાં આવી છે. અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓએ સાથે મળીને એક પોતાના જીવનના એક એવા પડાવ પર આવીને બાળપણ અને મિત્રતાને સોહાર્દ કરતું પુસ્તક તેમના દ્વારા લખવામાં આવ્યું છે.

સખીરી સંવાદિતાની સોનોગ્રાફી પુસ્તક ભૈરવી લાખાણી,તેમજ તેમની સહલેખિકાઓ આશા શાહ,પૂર્વી શાહ અને મીતા શાહ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે.નિર્મળ મૈત્રીના સંવાદ સાથે આ પુસ્તકની રચના કરવામાં આવી છે.તેમજ પુસ્તક લખવા પાછળનો મુખ્ય ઉદેશ્ય એ હતો કે તેમની પાંચ સખીઓ મળીને સમાજને એક નવી રાહ બતાવવા માંગતી હતીસામાન્ય રીતે હાલના સમયમાં મહિલાઓ સાથે મળીને ગોસિપીંગ અને ચીટચેટમાં વધુ સમય વહાવતી હોય છે. ત્યારે આ મહિલાઓએ કોરોનાના કપરા સમયમાં પોતાની મીત્રતાની યાદો તાજી કરી અને બહપણથી અત્યાર સુધી તેમણે પોતાના નક્કી કરેલા પડાવ સુધી પહોંચવા કેવા સંઘર્ષ સાથે લડાઈ કરી.તે પણ તેમને આ પુસ્તક દ્વારા જણાવ્યું છે.

તેમજ પુસ્તકના લેખિકાએ પુસ્તક વિષે વાત કરતા જણાવ્યું હતું કે વ્યવસાયે હું પત્રકાર છું આથી, મેં અત્યાર સુધી માત્ર બીજા વિશેવાતો લખી હસે આજે પહેલી વખત મને આ પુસ્તક થકી મારી વાત કરવાનો મોકો મળ્યો છે.કોરોનના સમયમાં જયારે ફિઝીકલી આપણે મિત્રોને ન મળી શક્યા હોવાના કારણે અમે ઝૂમ કોલિંગ પર વાત કરતા કરતા આ પુસ્તક વિષે ની વાત કરીને અને આ પુસ્તક તૈયાર છે.

આ પુસ્તકના લેખિકામાં એક મહિલા ઉદ્યોગ સાહસિકનો પણ સમાવેશ છે.મીતા શાહ તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે મહિલાઓ 50 વર્ષના પડવા પરપહોંચે ત્યારે તેઓ દરેક કાર્યોથી દૂર જતા હોય છે,અને એક પાછું પગલું ભરતી નજર પડે છે.પરંતુ આ પુસ્તક દ્વારા એ મહિલાઓને પણ પ્રેરણા મળશે કે જેઓ તેમના આ સમયગાળા દરમ્યાન પાછું ફરવાની જગ્યાએ આગળ વધાની પ્રેરણા લેશે.આને આગળ વધશે.

Related posts

અમદાવાદ: BRTS બસની હડફેટે એક્ટિવાચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

rath yatra 2021 ahmedabad: મામાનાં ઘરે મોસાળાની વિધિ પૂર્ણ, રથયાત્રામાં પ્રદિપસિંહ જાડેજાની સતત હાજરી

ધી યૂનિયન કો-ઓપરેટિવ બેંક નરોડામાં કોરોના પિડીત પરિવાર સાથે કર્મચારીઓએ આચર્યું કૌભાંડ

Republic Gujarat Team

પોતાની સંપત્તિમાં હિન્દુ મહિલા પિતાને વારસદાર બનાવી શકે છે :સુપ્રિમ કોર્ટ

Inside Media Network

જાણો ક્યારે શરૂ થશે દેશનો પેહલો ઓનલાઇન રમકડાંનો મેળો

Inside User

કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે કરાયા દાખલ

Republic Gujarat