સચિવાલયમાં કોરોનાનો પગપસારો, પાંચ નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટિવ
કોરોનાનો રાફડો ચારે બાજુ ફાટી નીકળ્યો છે તેવામાં ફરી એક વાર કોરોનાએ સચિવાલયમાં પગપસારો કર્યો છે. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન જ પાંચ નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવ્યાં છે જેના કારણે અન્ય અધિકારીઓમાં દરનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે વિધાનસભા બજેટ સત્ર હવે આખરી પડાવમાં છે ત્યારે જ ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યાં છે. ફરી એકવાર ગુજરાતના મોટા શહેરોમાં તો આંશિક લોકડાઉન જેવી સ્થિતી મળી રહી છે.તો પણ આ સંજોગોમાં વિધાનસભા સત્ર ચાલુ જોવા મળી રહ્યું છે.
પાંચ નાયબ સચિવ કોરોનાની ચપેટમાં
મોલ, ચાની કીટલી, રેસ્ટોન્ટ માં થોડાક લોકો એકત્ર થાય તો સરકારને કોરોના વધવનો ભય સતાવે છે જયારે વિધાનસભામાં એક જ હોલમાં 170થી વધુ ધારાસભ્યો હોઈ છે 100થી વધુ અધિકારીઓ,પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત હોય છે ત્યારે સુ કોરોના નહિ વકરે ..? બીજી તરફ, મળતી માહિતી મુજબ, સામાન્ય વહીવટ, માર્ગ મકાન વિભાગ, પંચાયત વિભાગ, વન પર્યાવરણ વિભાગ અને ગૃહ વિભાગના પાંચ ડેપ્યુટી સેક્રેટરી કોરોનાથી સંક્રમિત થયા છે. આ જોતાં આ જ વિભાગના અન્ય અધિકારીઓને હોમ કવોરન્ટાઇન થવા જણાવી દેવામાં આવ્યું છે.