સરકારે બહાર પાડયું નવું જાહેરનામુ: ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફને નોકરી માટે હાજર રખાશે
કોરોનાના કેસો વધવા થી પંજાબથી લઇને મહારાષ્ટ્રમાં લોકોના જીવ તાળવે ચોટિયા છે. તો બીજી તરફ આજે પંજાબમાં 11 જિલ્લોમાં નાઈટ કર્ફ્યુ, સ્કૂલ – કોલેજ બંધ કરાવવાની સાથે મહારાષ્ટ્રમાં પણ નિયમો કડક બનાવામાં આવ્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા નવા આદેશોમાં ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારી બોલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત થિયેટર અને ઓડિટોરિયમ પણ 50 ટકાની ક્ષમતા સાથે ચાલું રખાશે. અને જો નાકથી નીચે માસ્ક ગયું તો કોઈને પણ એન્ટ્રી અપાશે નહીં.
બધી ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફને બોલવાનું જાહેરનામું પડ્યું બહાર
રાજ્યના મુખ્ય સચિવ સિતારમ કુંટેએ એક જાહેરનામું બહાર પડ્યું છે અને જણાવ્યું છે કે થિયેટર અને ઓડિટોરિયમમાં નિયમો કડક બનાવવામાં આવશે. દરેકર પ્લેસ પર સેનિટાઈઝરની વ્યવસ્થા કરવી પડશે. અને ગેટ પર તાપમાન માપવાના મશીનો રાખવા પડશે. બધી ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફને બોલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
