સાંત્વની ત્રિવેદીએ “છાનું રે છપનું” ગીતને આપ્યો નવો અંદાજ

હાલના સમયમાં ગુજરાતી જુના ગીતોને ગુજરાતી કલાકરો દ્વારા એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.ત્યારે ગુજરાતી ગીતોએ આપણી ભાષાની શાનમાં વધારો કર્યો છે.ત્યારે આવાજ એક યુવા કલાકાર અને ખુબ જ લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદી દ્વારા એક જૂનું ગીત “છાનું રે છપનું” એ નવા અંદાજમાં રીલીઝ કરવામાં આવ્યું છે.સાંત્વની ત્રિવેદીએ ગુજરાતી લોકગીતો દ્વારા સારી એવી સફળતા મેળવી છે

તેમજ તેમના દ્વારા ગવાયેલા ગુજરાતી ગીતોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ગીતના ઓરીજનલ શબ્દો અવિનાશ વ્યાસ દ્વારા આપવામાં આવ્યાં છે. તેમજ ગીતનું મ્યુઝિક આકાશ પરમારએ આપ્યું છે.જયારે ગીત ને દેવ પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે.
સાંત્વની ગુજરાતના ખુબ લોકપ્રિય ગાયિકા છે તેમના ગીત સૌથી “વ્હાલ નો દરિયો” લોકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.તેમજ આ ઉપરાંત “વ્હાલનો દરિયો, રાસ રમવાને શ્યામ જો આવે, વેરી વરસાદ, રૂપાની ઝાંઝરી અને છાનું રે છપનું” આ દરેક ગીત ખુબજ જ પ્રખ્યાત છે.જૂના ગુજરાતી ગીતોને ફરીથી નવા શબ્દો અને સૂરથી કંડારવા સરળ નથી, પરંતુ સાંત્વની ત્રિવેદીએ ખૂબ જ સરળ અને સારી રીતે ગુજરાતી ગીતોને ન્યાય આપી શકે છે

“છાનું રે છપનું” એ લોકપ્રિય ગીત સાંત્વની ત્રિવેદીની યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ થઈ ચૂક્યું છે.ગુજરાતી ગાયનમાં સફળતા મેળવનાર સાંત્વની ત્રિવેદીએ ગુજરાતી ગીતોને અલગ રીતે વ્યક્ત કરીને ગીતની સુંદરતામાં વધારો કર્યો છે.તેમજ આ સુંદર ગીતનું શૂટ આ ગીતનું શૂટ રાજપીપળામાં કરવાં આવ્યું છે.

Related posts

ગુજરાત: રેમેડિસવીર ઇન્જેક્શનના માટે લાગી લાંબી લાઈન, ક્યાંક સર્જાઈ ઓક્સિજનની અછત

Inside Media Network

ધૂળેટીની ઉજવણીને લઈને DGP એ આપ્યા ગુજરાતમાં મોટા સમાચાર

Inside Media Network

શું તમે જાણો છો કેટલા લોકો કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક પહેરે છે?

Inside Media Network

બ્લડપ્રેશરમાં વધારો થવાથી યાદશક્તિને નુકશાન થઈ શકે છે.

Inside Media Network

પેટ્રોલનો ભાવ રૂ.100 થશે તો પંપ માલિકોની મુશ્કેલી વધશે, પેટ્રોલિયમ કંપનીને કરી આ રજૂઆત

Inside Media Network

પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે રિપોર્ટમાં થયો ખુલાસો

Inside Media Network
Republic Gujarat