મુંબઈની હોટેલમાંથી દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો તેમજ ઘટના સ્થળ પરથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જેના કારણે આપઘાત કર્યા હોવાની આશંકા સેવાય રહી છે.
મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ હતા છે.1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા. આ ઉપરાંત તેઓ 7 ટર્મથી ચૂંટાતા સાંસદ હતા 1989થી 2004 સુધી તેમણે અપક્ષ તેમજ ભાજપઅને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી.મોહન ડેલકર સતત 6 વખત વિજય મેળવ્યો હતો અને ઈતિહાસ સજર્યો હતો પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં. પણ સ્થાન મળ્યું હતું. સંઘ પ્રદેશનના સાંસદને ગુહ મંત્રાલય દ્વારા તમેની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.આ કમિટીમાં 28 જેટલા સાંસદોને ગુહમંત્રીની અધ્યક્ષતામાં સ્થાન આપવામાં આવ્યું હતું.આ ઉઅપરાંત લોકસભાના 15 સાંસદોને સ્થાન આપવામાં આવ્યું હતું જેમાં મોહન ડેલકરને બીજા નંબરે સ્થાન આપવામાંઆવ્યું હતું.
મહત્વનું છે કે મોહન ડેલકરે તેમાં રાજકીય કરિયરની શરૂઆત ટ્રેડ યુનિયનના નેતા તરીકે કરી હતી. તેઓ સેલવાસમાં ટ્રેડ યુનિયનના નેતા હતા.અને તેમણે ત્યાંથી તેમના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે અલગ અલગ ફ્કેટરીમાં કામ કરતા આદિવાસી લોકોના હક માટે લડત કરી હતી તેમ તેમેં 1995માં તેમણે આદિવાસી વિકાસ સંગઠન શરુ કર્યું અને 1989માં તેઓ દાદરાનગર હવેલી મત વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે નવમી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. .