લોકપ્રિય તમિલ અભિનેતા વિવેકનું શનિવારે ચેન્નઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવું કહેવામાં આવ્યું છે કે સવારે 4:35 વાગ્યે તેણે વિશ્વમાંથી વિદાય લીધી હતી. શુક્રવારે એક દિવસ પહેલા જ તેમને છાતીમાં દુ:ખાવો થયાની ફરિયાદ બાદ બેભાન થઈ જતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 59 વર્ષના હતા.
વિવેકને શુક્રવારે હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક રહી હતી. કહેવામાં આવ્યું હતું કે 100 ટકા બ્લોકેજને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો છે. આ પછી જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તે બેભાન થઈ ગયા હતા. તેથી, ડોકટરોએ તેને એક્સ્ટ્રા કોર્પોરલ મેમ્બ્રેન ઓક્સિજન (ઇસીએમઓ) પર તેમને રાખ્યા હતા. તમામ પ્રયાસો છતાં અભિનેતાને બચાવી શક્યા નહીં.
આપને જણાવી દઈએ કે, શુક્રવારે બેભાન અવસ્થામાં વિવેકને ચેન્નઈની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. કહેવાય છે કે, 59 વર્ષિય કોમેડિયન વિવેકે ગુરૂવારે કોરોનાની રસી લીધી હતી.
જણાવી દઈએ કે ગત દિવસે જે માહિતી બહાર આવી હતી, તેમાં કહેવામાં આવ્યું હતું કે હ્રદયની નસમાં 100 ટકા બ્લોકેજ થવાને કારણે લોકપ્રિય તમિલ અભિનેતાને હાર્ટ એટેક આવ્યો છે અને તેની સ્થિતિ નાજુક બની હતી. તેની સારવાર કરતા ડોક્ટરોએ કહ્યું કે, તેને કૃત્રિમ ફેફસામાંથી લોહીની નળીઓમાં લોહી વહેવા દેવા માટે એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન (ઇસીએમઓ) મૂકવામાં આવ્યું હતું. ઇસીએમઓ દર્દી, હૃદય અને ફેફસાના શરીરની બહારથી કામ કરે છે. હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ ડો.રાજુ શિવાસેમીએ જણાવ્યું હતું કે 59 વર્ષીય હાસ્ય અભિનેતાની તબિયત પર આગામી 24 કલાક દેખરેખ રાખવામાં આવશે અને ગુરુવારે તેમને અપાયેલી રસી સાથે તેની હાલત અચાનક કથળી રહેલી તંદુરસ્તીનો કોઈ સંબંધ નથી.
