સીએમ નીતિન પટેલે સ્વિકાર્યું કોરોના વકર્યો: આટલી હોસ્પિટલના બેડમાં કર્યો વધારો

ગુજરાતમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબીમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. તેથી મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત કોર મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોર ગ્રુપની બેઠકમાં દરરોજની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.

આ જોતે ગુજરાત સરકાર અને ઓરાગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં જે વ્યવસ્થા પહેલા હતી, તે યથાવત કરી દેવામા આવી છે. પહેલા કેસ ઘટી ગયા હતા. કોરોનાના દર્દીઓની જે વ્યવસ્થા હતી, પરંતુ સંક્રમણ વધ્યું તેના કારણે 3000 હજારની આજુબાજુની સંખ્યામાં રોજ દર્દીઓ વધતા જાય છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ મહાનગરોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. હવે તો મોરબી જેવા સેન્ટરમાં પણ દર્દીઓની સંખ્યા વધતી જાય છે.

અમદાવાદમાં બેડ વધારવા પડે સ્થિતિ ઉભી થઇ છે. મોરબીમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. તેના પગલે અમદાવાદની SVP હોસ્પિટલની 500 કોરોનાના દર્દીઓની કેપેસિટી વધારીને 1000 બેડની કરવામાં આવશે. અન્ય રોગના દર્દીઓને તબક્કાવાર રજા આપવામાં આવશે. અને તે પથારીઓમાં કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવશે.

Related posts

શું તમે માનસિક રોગથી પીડાવ છો તો તમને ઝડપથી વૃદ્ધત્વનું વધુ જોખમ છે

Inside Media Network

બ્રહ્મલીન થયા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, જૂનાગઢમાં કરાશે અંત્યેષ્ઠી, ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ

Inside Media Network

ધ હેરિટેજ આર્ટ દ્વારા અમદાવાદમાં “રૂબરૂ અમદાવાદ” પ્રદર્શનનું આયોજન

Inside Media Network

અમેરિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ જોવા મળ્યો,શું ફરી વધી શકે છે કોરોના !

Inside Media Network

દેશમાં કોરોના કેસમાં ફરી ઉછાળો,વેક્સિનેશન પ્રક્રિયાને વેગ આપવા કેન્દ્રની સૂચના

Inside Media Network

દિલ્હી: પૂર્વ સાંસદ શ્યામચરણ ગુપ્તાનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં થયા હતા દાખલ

Inside Media Network
Republic Gujarat