સુરક્ષાદળોએ 72 કલાકમાં 12 આતંકવાદીઓને ઠાર કર્યા, સુરક્ષાદળોએ 24 કલાકમાં સેનાના જવાનની હત્યાનો બદલો લીધો

શજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે અને 72 કલાકની અંદર સુરક્ષાદળોએ કાશ્મીર ખીણના 12 આતંકવાદીઓને ખતમ કરી નાખ્યા છે. ટેરિટોરિયલ આર્મીના એક જવાનની હત્યા કરનારા આતંકવાદીઓને પણ ખતમ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ 24 કલાકમાં સેનાના જવાનોની હત્યાનો બદલો લીધો છે. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે આ બધી માહિતી આપી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી દિલબાગ સિંહે જણાવ્યું કે,‘બિજબિહારા ખાતે હાથ ધરાયેલ ઓપરેશન પૂર્ણ થયું. કુલ 12 આતંકીઓને છેલ્લા 72 કલાકમાં ઠાર મારવામા આવ્યા છે. 4 સ્થળોએ આતંકીઓને ઘેરી ઓપરેશન હાથ ધરાયું હતું. જે પછી ત્રાલ અને શોપિયાંમાં 7 આતંકીઓ, હરિપોરાના અલ બદ્ર ખાતે 3 આતંકીઓ અને બિજબેહારામાં 2 આતંકીઓને ઠાર મારવામા આવ્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબેહરા ક્ષેત્રના સેમથનમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. અહી શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. મોડી રાત સુધી અથડામણ શરૂ રહી હતી અને સુરક્ષાદળોએ આતંકવાદીઓન છટકી ન જાય તે માટે આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી.

બિજબેહારામાં જે આતંકીઓને ઠાર મારવામા આવ્યા હતા તેઓ ટેરિટોરિયલ આર્મીના જવાનની હત્યામાં સામેલ હતા. બિજબેહારામાં ઠાર મરાયેલા આતંકીઓ લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા હતા.’

રવિવારે સવારે ફરી આ અથડામણ શરૂ થઇ અને તેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. હજી સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ શુક્રવારે બિજબેહરા વિસ્તારમાં ગોરીવાનમાં ટેરિટોરિયલ આર્મીના જવાન મોહમ્મદ સલીમ અખુનની હત્યામાં સામેલ હતા. કાશ્મીરના પોલીસ મહાનિદેશક વિજય કુમારે કહ્યું, “સૈન્ય જવાનને મારવા માટે જવાબદાર આતંકવાદીઓને સુરક્ષાદળોએ બિજબેહરા એન્કાઉન્ટરમાં બે દિવસની અંદર જ ઠાર કર્યા છે.

Related posts

Assam Election 2021: અસમની ચૂંટણીઓમાં ભારે ઉત્સાહ, અમિત શાહે કહ્યું – લોકશાહીના આ મહાપર્વમાં તમારી ભાગીદારી મહત્વપૂર્ણ છે

Inside Media Network

રાજદ્રોહ કાયદો: સુપ્રીમ કોર્ટે કહ્યું- બ્રિટિશ લોકો તેનો ઉપયોગ ગાંધીજી વિરુદ્ધ કરતા હતા, શું આપણને આઝાદીના 75 વર્ષ પછી પણ આવા કાયદાની જરૂર છે?

RBI: રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, સામાન્ય લોકોને સસ્તા ઇએમઆઈની રાહ જોવી પડશે

અભિનેત્રી કેટરિના કૈફ કોરોના પોઝિટિવ, દેશનો મહારાષ્ટ્રનો સૌથી મોટો હોટસ્પોટ

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ કોરોનાથી સંક્રમિત, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ

Inside Media Network

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ને થયો કોરોના,એઈમ્સના થયા ભરતી

Inside Media Network
Republic Gujarat