સુરતમાં કોરોનાના કારણે લેવાયો મોટો નિર્ણય, શનિ-રવિ કાપડ માર્કેટ બંધ
ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ માથું ઉંચકીયું છે. ત્યારે રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાં 324 અને અમદાવાદમાં 298 નોંધવામાં આવ્યા હતા. ત્યારે તાત્કાલિક ધોરણે ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશ દ્રારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે . સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલું કાપડ માર્કેટ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. માર્કેટ વિસ્તારમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને આ નિર્ણયકરવામાં આવ્યો છે. અંદાજીત 150 જેટલી માર્કેટ સંપૂર્ણરૂપથી બંધ રાખવમાં આવશે.
શનિ-રવિ સુરતમાં આવેલા તમામ મોલ પણ બંધ રાખવાનો નિર્ણય
જણાવીએ કે, અમદાવાદ બાદ સુરતમાં પણ આજથી જ રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. ઉપરાંત શનિવાર અને રવિવારના રોજ સુરતમાં આવેલા તમામ મોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના પોલિસ કમિશ્નર અજય તોમર તથા મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. આ સિવાય આવતી કાલથી શરૂ થનારી યુનિવર્સિટીની પરિક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. જો કે પરીક્ષાનો નવો કાર્યક્રમ વેબસાઈટ પર મુકવામાં આવશે. તો બીજી બાજુ હવે શનિ-રવિ કાપડ માર્કેટ પણ બંધ રાખવાનો ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે.

previous post