- આમ આદમી પાર્ટી હવે ભાજપને પડકારશે
- સુરતમાં ભાજપના ઉમેદવાર ગીતા રબારી અને ડિમ્પલ કાપડિયાની જીત
- કોંગ્રેસના વિપક્ષી નેતા સહિત દિગ્ગજ નેતાઓની હાર થઈ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારોનો સાથ ન મળતાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. SVNIT અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસની કારમી હાર થઇ હતી. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને થયો આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસ પર ફરી વળ્યું. ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે.. આપને મળેલી ભવ્ય સફળતા બાદ અભિવાદન માટે 25 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરત આવશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
ભાજપના ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની પણ જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં નિષ્ફળ રહ્યું છે. વિપક્ષી નેતા પપન તોગડીયાની હાર થઈ છે. એસવીએનઆઈટી ખાતે હોબાળો થતા મતગણતરીને અટકાવવી પડી છે.વોર્ડ નંબર 7માં ભાજપ અને આપને 2-2 સીટ મળી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ હારની જવાબદારી સ્વિકારીને શહેર પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસના હોબાળાને લઈને મત ગણતરી અટકાવવાની ફરજ પડી હતી.મહાનગર પાલિકાની ચૂંટણીની મતગણતરી સ્થળે SVNIT ખાતે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર 30 ના કાઉન્ટિંગમાં માથાકૂટ થઈ હતી જયારે વોર્ડ નંબર18ના ભાજપના ઉમેદવાર 30 નંબરના વોર્ડની ગણતરીમાં ઘૂસી જતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.