સુરતમાં વોર્ડ 14માં ભાજપની પેનલનો વિજય

  • સુરતમાં વોર્ડ 14માં ભાજપની પેનલનો વિજય
  • કુલ 484 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા
  • હાલના આંકડાઓ મુજબ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપ આગળ 

    6 મહાનગરપાલિકાનું મતદાન 21 ફેબ્રુઆરીના યોજાયું હતું..જેમાં સરેરાશ 42% મતદાન થયું હતું અને આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે..ત્યારે એશિયામાં સૌથી ઝડપથી વિકસતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પણ ચાલી રહી છે. ત્યારે સુરતમાં વોર્ડ 14માં ભાજપની પેનલનો વિજય થયો છે જયારે વોર્ડ NO. 13માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે..કુલ 484 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે..જેમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ ચાલી રહી છે. ભાજપ હાલ 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ 10 બેઠક પર અને પાટીદારો અને પાસે હાર્દિક પટેલે કોંગ્રેસનો સાથ છોડી AAPમાં જોડાયા હોય તેવું લાગી રહ્યું છે.શહેરની SVNIT અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કર્મચારીઓ અને દૂર રહેતા લોકો જે મતદાન ન આપી શક્યા હોય તેવા મતોની સૌ પ્રથમ ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં ભાજપની વધુ મત મળ્યા છે. બપોરના 2 વગ્યા સુધીમાં મતગણતરી પુરી થઇ પરિણામ આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે..સુરતમાં ભાજપ ઉમેદવાર ગીતા રબારી અને ડિમ્પલ કાપડિયાની જીત, કોંગ્રેસની હાર જયારે AAP 4 સીટ જીત્યુંહાલના આંકડાઓ મુજબ 6 મહાનગરપાલિકાઓ એટલે સુરત,અમદાવાદ, ભાવનગર, જામનગર, વડોદરા, રાજકોટમાં ભાજપની પેનલો આગળ ચાલી રહી છે..સુરતમાં કુલ 120 સીટો માંથી લગભગ 80 જેટલી સીટોની મતગણતરી બાદ ભાજપ 50 સીટોથી આગળ ચાલી રહી છે જયારે કોંગ્રેસ 10 સીટ અને અન્ય 19 સીટ પર આગળ ચાલી રહ્યા છે..6 મહાનગરપાલિકાઓમાં હાલ બધે જ ભાજપ આગળ ચાલી રહ્યું છે..હવે જોવાનું રહ્યું કે, ભાજપ કુલ કેટલી સીટ પર ભાજપનો ભગવો રંગ લહેરાશે..

The post સુરતમાં વોર્ડ 14માં ભાજપની પેનલનો વિજય appeared first on Gujarat Inside.

Related posts

ધ કપિલ શર્મા શોમાં પાછો ફરી રહ્યો છે “ગુત્થી”?

Inside Media Network

રાજ્ય સરકારની કામગીરી સામે સુઓમોટો PIL,108 મુદ્દે થઇ ધારદાર રજૂઆત

Inside Media Network

INS વિરાટ જહાજને મ્યુઝિયમ બનાવવા સુપ્રીમમાં અરજી

Inside Media Network

CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા રદ, ધોરણ 12ની પરીક્ષા પાછળ ઠેલાઇ, PM મોદીની મીટિંગ બાદ નિર્ણય

Inside Media Network

ગુજરાત સરકારનો નિર્ણય, સોમવારથી ધોરણ 1 થી 9 નું શિક્ષણ કાર્ય બંધ

ધોરણ 10, 12ની CBSEની પ્રેક્ટિકલ પરીક્ષાઓ આજથી શરૂ થશે

Republic Gujarat