કેન્દ્રિયમંત્રી પ્રકાશ જાવડેકર તેમજ પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદ દ્વાર સોશિયલ મીડિયા તેમજ OTT પ્લેટફોર્મને લઈને ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.તેની જાણકારી પ્રેસકોન્ફોરન્સ દ્વારા આપવામાં આવી છે.સોસીયલ મીડિયા તેમજ OTT પ્લેટફોર્મ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તેમજ આંય ડિજિટલ પ્લેટફોર્મ પર આવતી ફરિયાદોના નિવારણ માટે આ ગાઈડલાઈન ભાર પાડવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઈન પ્રમાણે, કોઈ પણ ઉશ્કેરાટ ભરેલી પોસ્ટ 24 કલાકમાં સોશિયલ મીડિયા પરથી હટાવવાની કાર્યવાહી કરવાની રહેશે.આ ઉપરાંત ડિજિટલ મીડિયાને પણ અન્ય ઈલેક્ટ્રોનિક મીડિયાની જેમ નિયંત્રિત કરવામાં આવશે.
આ ઉપરાંત કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે જવું હતું કે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું ભારતમાં વેપાર કરવામાટે સ્વાગત છે.પરંતુ સોશિયલ મીડિયાનના થતા દુરુપયોગ માટે ફરિયાદ થવી જોઈએ નહીં.આથી સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેનો અમલ આવનારા ત્રણ મિહનામાં કરવામાં આવશે.
સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ માટે સરકારે બહાર પાડી ગાઈડલાઈન
સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનારા સામે કડક કાર્યવાહીની થશે
યુઝર્સે વેરિફિકેશન કરવું ફરજીયાત રહેશે
મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ સામે થશે કાર્યવાહી
OTT પ્લેફોર્મ માટે ત્રણ સ્તરીય વ્ય્વસ્થા કરવામાં આવશે
ઉશ્કેરાટભરેલી પોસ્ટ 24 કલાકમાં હટાવવાની રહેશે
દર મહિનાના અંતે ફરિયાદ નિવારણની વિગત આપવી જરૂરી
ચીફ કંપ્લેન ઓફિસરની નિયુક્તિ કરવાની રહેશે
નોડેલ અધિકારીની નિયુક્તિ કરવાની રહેશે
ભારતમાં 53 કરોડ જેટલા વોટ્સએપ એંફેસબુક યુઝર્સ છે. જયારે ટ્વીટર પર એક કરોડથી પણ વધુ યુઝર્સ એકિટવ છે.આથી હાલના સમયમાં તેનો દુરુપયોગ કરવામાં આવે રહ્યો છે.જેને અટકાવવા માટે કેન્દ્ર દ્વારા ગાઈડલાઈન ભાર પાડવામાં આવી છે.
તેમજ સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાવનાર પહેલી વ્યક્તિ કોણ છે.તેની માહતી આપવાણી પણ જરૂરી રહેશે.ટી આધારે કાર્યવાહી કરાવમાં આવશે.