સોશિયલ મીડિયા પર નિયત્રંણ માટે આવશે નવા કાયદા

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં સોશિયલ મીડિયાને લઈને અનેક વિવાદો ઉભા થયા છે,તેમજ સરકારની સોસીયલ મીડિયા કંપની પર નારાજગી જોવા મળી છે. ત્યારે આનેક વખત ટવીટર પર થયેલા વિવાદના પગળે નારાજ કેન્દ્ર સરકાર નવો કાયદો લાવવાની વિચારણા કરી રહી છે.
આ પહેલા સરકાર દ્વારા સોશિયલ મીડિયા કંપનીઓને સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી પરંતુ ટ્વિટર દ્વારા સરકારન નિયમોનું પાલન કરવાની આ પાડતા. સરકાર દ્વારા નારાજગી દેખાવમાં આવી રહી છે.

આથી આવનારા સમયમાં સરકાર હવે સોશિયલ મીડિયા કંપનીઓને નિયંત્રણમાં રાખવા નવા નિયમો લાવવાની તૈયારીમાં છે.તેમજ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમોના ડ્રાફ્ટ મુજબ, તમામ સોશ્યલ મીડિયા કંપનીઓને વિવાદિત તથ્યોને વહેલી તકે દૂર કરવા અને તપાસમાં સહયોગ આપવા દબાણ કરવામાં આવશે તેવું જણાય રહ્યું છે.

 

વિવાદિત પોસ્ટ વધુમાં વધુ 36 કલાકની અંદર પ્લેટફોર્મ પરથી દૂર કરવી આવશ્યક.

કોઈપણ તપાસ અથવા સાયબર સુરક્ષા ઘટનામાં રીક્વેસ્ટના 72 કલાકની અંદર માહિતીઆપવાની અનિવાર્ય

અશ્લીલ સામગ્રી અથવા વર્તન સંબંધિત પોસ્ટ્સને ફરિયાદના 1 દિવસમાં દૂર કરવાણી રહેશે

કંપનીઓએ મુખ્ય પાલન અધિકારી અને ફરિયાદ નિવારણ અધિકારી રાખવાના રહેશે, જે ભારતીય નાગરિક હોવા જોઈએ .

 

ભારતમાં પણ ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડુતોના આંદોલન દરમિયાન કેટલાક ટ્વીટ્સને સરકારે હટાવવા તેમજ આવા ટ્વિટર હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂકવા આદેશ આપવામાં આવ્યો હતો .પરંતુ ટ્વિટરે સરકારના આદેશનું પાલન ના કરવા માટે વિવિધ નિયમો ટાંકીને ના પાડી હતી. ત્યારે સરકારે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

તેમજ આ પહેલા વિશ્વભરના વિવિધ દેશો દ્વારા શક્તિશાળી ટેક કંપનીઓને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રકમની ચુકવણીના મુદ્દા પર ગત સપ્તાહમાં ફેસબુકને ઓસ્ટ્રેલિયામાં સરકાર સાથે વાટાઘાટનો સામનો કરવો પડ્યો હતો. ફેસબુકે ઓસ્ટ્રેલિયાના તેના પ્લેટફોર્મ પર સમાચારોના પેજ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ બાદ આખી દુનિયામાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

Related posts

ગુજરાત સરકારનો નિર્ણય, સોમવારથી ધોરણ 1 થી 9 નું શિક્ષણ કાર્ય બંધ

કોંગ્રેસઃ વડાપ્રધાન પોતાના શબ્દોને યાદ કરે, પેટ્રોલ-ડીઝલનો ટેક્સ ઘટાડે

Inside Media Network

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ હવે LPG ગેસના ભાવ વધ્યા, પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું…

Inside Media Network

ધી યૂનિયન કો-ઓપરેટિવ બેંક નરોડામાં કોરોના પિડીત પરિવાર સાથે કર્મચારીઓએ આચર્યું કૌભાંડ

Republic Gujarat Team

રાહત: આજે પાંચ દિવસ પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો, જાણો કેટલા છે ભાવ

Inside Media Network

ભાજપે 6 મહાનગરપાલિકામાં જીત હાંસલ કરી

Inside Media Network
Republic Gujarat