સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન

  • મતદાનની પ્રક્રિયા 6 વાગતાની સાથે પુરી થઇ
  • અમદાવાદમાં સૌથી ઓછું મતદાન અને જામનગરમાં સૌથી વધારે મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન આજે સવારના 7 વાગ્યાથી ચાલી રહ્યું છે. ત્યારે સૌથી ઓછું 36% મતદાન અમદાવાદમાં થયું છે અને સૌથી વધુ 50% મતદાન જામનગરમાં થયું છે..સુરત અને વડોદરામાં 42% થયું છે રાજકોટમાં 42% અને ભાવનગરમાં 44% મતદાન થયું છે..ચૂંટણીમાં લોકોમાં રસ ઓછો જોવા મળ્યો દર વખત કરતા ઓછું મતદાન કરવામાં આવ્યું..

આજે ગુજરાતમાં છ મહાનગરપાલિકાના 144 વોર્ડની કુલ 576 બેઠક માટે યોજાનાર ચૂંટણીમાં કુલ 2276 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા . જેમાં ભાજપના 575 ઉમેદવારો, કોંગ્રેસના 564 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 469 તેમજ અન્ય રાજકીય પક્ષ અને અપક્ષ 668 ઉમેદવારો સહીત કુલ 2276 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.અને મતદાનની પ્રક્રિયા પુરી થઇ ચુકી છે હવે જોવાનું રહ્યું કે પરિણામ શું આવે છે..છેલ્લી 5 સ્થાનિક સ્વરાજ્યની ચૂકનીના હિસાબે આ વર્ષે ગુજરાતમાં સૌથી ઓછું મતદાન થયું છે…

Related posts

રાહત, આજે 24 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો

Inside Media Network

અમદાવામાં પ્રહલાદનગર ખાતે ધ ગ્રેટ ખલીના હસ્તે જિમ લોન્જનું કરાયું ઉદ્ઘાટન

Inside Media Network

મનપા ચૂંટણીની પહેલા ભાજપ 39 બેઠકો પર બિનહરીફ જાહેર

Inside Media Network

જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતા હોસ્પિટલમાં એડમિટ કરાયા

Inside Media Network

આસામ: ડિબ્રુગઢ઼ માં રાહુલ ગાંધીએ કહ્યું – નાગપુરની એક ‘સૈન્ય’ આખા દેશને નિયંત્રિત કરે છે

Inside Media Network

પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી એઇમ્સ ખાતે લીધો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ

Republic Gujarat